પોરબંદરઃ શનિવારે સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદર અને નવદુર્ગા ગરબી મંડળ ગોપાલપુરાના સહયોગથી ઘરે ઘરે આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથીક દવાનુ વિતરણ કરાયું હતું. જેમાં કુલ 1046 ઘરોમાં 4705 લોકોને લાભ આપવામાં આવ્યો હતો.
સંઘના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં 2 લોકોની ટુકડી બનાવી સોશિયલ ટેસ્ટિંગના સંપૂર્ણ અમલ સાથે લોકોને સીધી જ ઉકાળો અને ઇમ્યુનીટી બુસ્ટર હોમિયોપેથીક દવા ઘર સુધી પહોંચાડી હતી.
રાણાવાવના વાડી પ્લોટ, ગોપાલપુરા, હોળી ચકલા, શ્રીબાઇ નગર, મફતીયા પરા, વાલ્મીકિ વાસ, દેવિપુજક વિસ્તાર, ગ્રીન સીટી, પરેશ નગર, પટેલ સોસાયટી, બ્રાહ્મણ સોસાયટી, આશાપુરા સોસાયટી, વાણીયાવાડ સહિતના વિસ્તારોમાં ઘરે ઘરે તેમજ મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, નગરપાલિકા, પીજીવીસીએલ ઓફિસ, તાલુકા પંચાયત સહિતની સરકારી કચેરીઓમાં પણ ઉકાળાનું વિતરણ કર્યું હતું.