ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વચ્છતાના પ્રણેતા ગાંધીજીનું જન્મ સ્થળ પોરબંદર ગંદકીથી ખદબદી રહ્યું છે - સ્વચ્છતા સર્વેક્ષણ 2020

સ્વચ્છતાનો સંદેશો વિશ્વભરમાં ફેલાવનારા મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થળ પોરબંદર એટલી હદે ગંદકીથી ખદબદી રહ્યું છે કે, જ્યાં ગંદકી અને કોરોનાની વચ્ચે અન્ય મોટી મહામારી ફેલાઇ શકે છે. પોરબંદરમાં આવેલા મેમણવાડા અને નગીનદાસ મોદી પ્લોટમાં ગંદકીએ માઝા મૂકી છે, પરંતુ આ ગંદકીનો નિકાલ કરવા માટે તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવી રહ્યા નથી. તો બીજી તરફ પોરબંદર નગરપાલિકાને ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં આઠમો ક્રમાંક મળ્યો છે, જે પોરબંદરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પોરબંદરમાં ગંદકી
પોરબંદરમાં ગંદકી

By

Published : Aug 21, 2020, 5:02 PM IST

પોરબંદર: તાજેતરમાં ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સર્વેક્ષણમાં પોરબંદર નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યમાં આઠમાં ક્રમે છે. જોકે પોરબંદરના મેમણવાડા અને નગીનદાસ મોદી પ્લોટમાં ગંદકીએ માઝા મૂકી છે. અહીંના સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે, અનેક વખત રજૂઆત કરવા છતાં અહીં કોઈ પણ સફાઈ કામગીરી કરવામાં આવતી નથી. છેલ્લા ઘણા સમયથી ગંદકીની સમસ્યા સર્જાય છે, તો ગટર પણ સાફ કરવામાં આવતી નથી અને રસ્તાઓ પણ રિપેર કરવામાં આવતા નથી.

પોરબંદરમાં ગંદકી

સ્થાનિકોએ કહ્યું કે, આ અંગે અનેકવાર રજૂઆત બાદ પણ કોઈ અધિકારીઓ કે સફાઈ કર્મચારીઓ અહીં જોવા પણ નથી આવતા. ગંદકીના કારણે મોટાભાગના લોકોમાં તાવ સહિતની બીમારી પણ જોવા મળી રહી છે. તો આ જ વિસ્તારમાં 21 સફાઈ કર્મચારીઓ અને મેમણવાડા વિસ્તારમાં પણ 20 થી વધુ લોકો કોરોના પોઝિટિવ છે.

પોરબંદરમાં ગંદકી

સરકાર દ્વારા અહીં કોઈ સફાઈની કામગીરી કરવામાં આવી નથી. ત્યારે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા સફાઈ સર્વેક્ષણ 2020 માં પોરબંદર પાલિકાને આઠમો ક્રમાંક મળવા અંગે લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

પોરબંદરમાં ગંદકી
પોરબંદરમાં ગંદકી

ABOUT THE AUTHOR

...view details