- પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને પોરબંદર જિલ્લા કોંગ્રેસના ધરણાં
- કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા
- કોંગ્રેસે ભાવવધારો પાછો ખેંચવા સરકાર સામે ધરણાં
પોરબંદરઃ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કર્યો હતો. જોકે, વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. એક તરફ કોરોનાના કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. તેવામાં પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ સર્જાવે છે.
કોંગ્રેસે ભાવવધારો પાછો ખેંચવા સરકાર સામે ધરણાં આ પણ વાંચો-પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ ગુજરાત કોંગ્રેસનો રાજ્યવ્યાપી ધરણા, અમદાવાદના સી.જી રોડ પર નોંધાવ્યો વિરોધ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે પ્રજામાં રોષ
વૈશ્વિક કોરોના મહામારીની અસર તમામ ક્ષેત્રો ઉપર પડી છે અને ધંધા રોજગારો ઠપ્પ થયા છે, જેના કારણે દરેક વ્યક્તિ આર્થિક સંકળામણમાં છે. હાલમાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારની હાલત અત્યંત કફોડી બની છે ત્યારે આવા કપરા સમયમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે પ્રજામાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે શુક્રવારે કોંગ્રેસ દ્વારા દેશ પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનને પોરબંદર જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ સમર્થન આપ્યું હતું.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને પોરબંદર જિલ્લા કોંગ્રેસના ધરણાં આ પણ વાંચો-પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી કોંગ્રેસે ગાંધીનગરમાં ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું, પોલીસે કરી અટકાયતબિરલા હોલ પાસે કોંગ્રેસે કર્યો વિરોધ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અંગે શુક્રવારે પોરબંદર જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ શહેરના બિરલા હોલ સામે આવેલા રસ્તા પાસે પ્રતિક ધરણા યોજીને સરકાર સામે સૂત્રોચ્ચાર કરી પેટ્રોલમાં ભાવવધારો પાછો ખેંચવા જણાવ્યું હતું. જોકે, વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.