ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના સમીર ગામે વિજપ્રશ્નોના નિરાકરણ માટે PGVCLમાં રજૂઆત કરાઈ - GUJARAT

પોરબંદર: તાલુકાના સીમર ગામના ખેડુતોના ખેતરોમાંથી જ વિજ લાઈનો પસાર થાય છે અને આ વાયરો ખુબ જ જર્જરીત હાલતમાં છે. આ વિજ લાઈનોના થાંભલા પણ નમી ગયા છે. આ બાબતે PGVCL બગવદર કચેરીએ વારંવાર રજૂઆત કરવા છતાં આ બાબતનું નિરાકરણ કરવામાં આવ્યું નથી.

સીમર ગામે વિજપ્રશ્નોના નિરાકરણ માટે કાર્યપાલક ઇજનેરને કરાઈ રજૂઆત

By

Published : May 2, 2019, 5:48 AM IST

સીમર ગામના ખેડુતોના આવા વિજ લાઈનોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસના મહાપ્રધાન લાખણશી ગોરાણીયા તથા સીમર ગામના કોંગ્રેસના આગેવાન લખુ મોઢવાડીયા અને ખેડૂતોએ પોરબંદર ગ્રામ્યના કાર્યપાલક ઇજનેરને રૂબરૂ જઇ મુલાકાત લાધી હતી. તો આ સાથે તેઓએ આ બાબતે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. વિજતંત્ર દ્વારા એક મહિનામાં તમામ પ્રશ્નોના નિરાકરણની ખાત્રી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details