ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં પ્રશાસને ચાઇનીઝ બજારમાં આવેલી રેકડીઓનું દબાણ દુર કર્યું, 40 જેટલા ધંધાર્થીઓની અટકાયત - Chinese market

પોરબંદરમાં ચાઇનીઝ બજારમાં આવેલી રેકડીઓનું દબાણ પ્રશાસન દ્વારા દુર કરવામાં આવ્યું છે. દબાણ કરનારા 40 જેટલા ધંધાર્થીઓની પોલીસે અટકાયત કરી હતી. જેથી રેકડી ધારકોએ અર્ધનગ્ન બની ભાજપના ખેસ પહેરી વિરોધ નોંધાવ્યો હતો.

પોરબંદર
પોરબંદર

By

Published : Oct 16, 2020, 2:29 PM IST

પોરબંદર: શહેરમાં આજે નગરપાલિકા તંત્ર દ્વારા પોલીસને સાથે રાખી ચોપાટી પાસે આવેલી ચાઇનીઝ બજારની રેકડી કેબીનનું દબાણ દુર કરવામાં આવ્યું હતું. જોકે, ધંધાર્થીઓએ રાજકીય ઈશારે આ પ્રક્રિયા થઈ હોવાનું જણાવી વિરોધ કર્યો હતો. દબાણ હટાવવા દરમિયાન પોલીસે 40 જેટલા ધંધાર્થીઓની અટકાયત કરી હતી. પોરબંદરમાં ગત 3 વર્ષથી રેકડી કેબિન ધારકો ચોપાટી પાસે ચાઈનીઝ બજારમાં પોતાનો ધંધો કરી રહ્યા છે. નગરપાલિકાએ આ જબાણની જગ્યા ખાલી કરવા અનેક વખત નોટિસ આપી હોવા છતાં રોકડી ધારકો દ્વારા દબાણ ખાલી કરવામાં આવ્યા નહોતા.

પ્રશાસને ચાઇનીઝ બજારમાં આવેલી રેકડીઓનું દબાણ દુર કર્યું

આજે નગરપાલિકાના અધિકારીઓએ પોલીસને સાથે રાખી દબાણ હટાવવામાં આવ્યું હતું અને રેકડીઓને ઉઠાવવામાં આવી હતી. ત્યારે રેકડી કેબિન ધારકોએ આ બાબતનો વિરોધ કર્યો હતો. આ બાબતે પાલિકાના વહીવટદાર કે.વી બાટીએ જણાવ્યું કે, તમામ ધંધાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને અનેકવાર નોટિસ પણ આપવામાં આવી હતી, તેં છતાં દબાણની જગ્યા ખાલી નહીં કરાતા આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details