- છેલ્લા 15 દિવસથી 'માં અમૃતમ કાર્ડ' (Amrutam card)અને આયુષ્માન કાર્ડ (Ayushman card)બંધ થતા લોકોને હાંલાકી
- ગંભીર રોગથી પીડાતા દર્દીઓની મુશ્કેલીમાં વધારો
- ભાજપના આગેવાન અને આરોગ્ય સમિતીના ચેરમેને પણ રોષ વ્યક્ત કર્યો
પોરબંદરઃ જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી બંધ થયેલી કામગીરીને કારણે અનેક ગંભીર રોગથી પીડાતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે, ત્યારે આ બાબતે જિલ્લા પંચાયત કચેરીમાં યોજાયેલી સામાન્ય સભામાં પણ ખુદ ભાજપના જ સભ્યે અને આરોગ્ય સમિતિના ચેરમેન કારીબેન જગમાલભાઈ વરૂએ ઉગ્ર રજૂઆત કરી હતી. પોરબંદર જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા હલ્લા બોલ કર્યો હતો અને જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીનો ઘેરાવ કર્યો હતો. લોકોને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
છેલ્લા 15 દિવસથી માં અમૃતમ કાર્ડ અને આયુષમાન કાર્ડ બંધ થતા લોકો ને હાલાકી કોંગ્રેસ સહિત ભાજપના જ આગેવાનો ની ઉગ્ર રજૂઆત આ પણ વાંચોઃઠાસરાના ધારાસભ્યએ 'માં' વાત્સલ્ય કાર્ડની કામગીરી શરૂ કરવા ડેપ્યુટી CMને પત્ર લખ્યો
ખુદ ભાજપના સભ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેને સામાન્ય સભામાં કરી ઉગ્ર રજૂઆત
પોરબંદર જિલ્લા પંચાયતના સભાખંડમાં આજે સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી. જેમાં એક કરોડ 5 લાખના વિકાસ કામને મંજુર કરવામાં આવ્યા હતા. સભા દરમિયાન આરોગ્ય સમિતિના ચેરમેન અને ભાજપના સભ્ય કારીબેન વરૂએ છેલ્લા પંદર દિવસથી 'માં અમૃતમ કાર્ડ' અને આયુષ્માન કાર્ડ કઢાવવાની કામગીરીમાં લોકોને પડતી મુશ્કેલીઓ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી અને તાત્કાલિક આ કામગીરી યોગ્ય રીતે શરૂ કરવામાં આવે તેવી માગ કરી હતી.
આ પણ વાંચોઃદેહગામમાં માં અમૃતમ કાર્ડ કાઢવાની પ્રક્રિયા એક સપ્તાહથી બંધ
કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ આરોગ્ય વિભાગની કચેરીનો ઘેરાવો કર્યો
પોરબંદર જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી 'માં અમૃતમ કાર્ડ અને આયુષ્માન કાર્ડ કઢાવવાની કામગીરી બંધ થયેલી છે. જિલ્લાના કેટલાક ગંભીર રોગથી પીડાતા દર્દીઓમાં અમૃતમ કાર્ડ કઢાવવા માટે ધક્કા ખાય છે પરંતુ દર્દીઓને નેટ કનેક્ટિવિટી ગાંધીનગરથી અહીં સુધીની થતી નથી. એવા બહાના નીચે 'માં અમૃતમ કાર્ડ' અને આયુષ્માન કાર્ડ કઢાવી આપવામાં આવતા નથી, ત્યારે સેકડો ગંભીર દર્દીઓ આ કાર્ડ ન મળવાના કારણે તેના ગંભીર રોગોની સારવાર કરાવી શકતા નથી, ત્યારે પોરબંદર જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને નિવેદનબાજી સૂત્રોમાં અને ભાષણોમાં માહિર ભાજપ સરકારે સંવેદનશીલતા સંપૂર્ણ પણે ગુમાવી દીધી છે. 'માં અમૃતમ કાર્ડ' અને આયુષ્માન કાર્ડ કઢાવવાની કામગીરી ભાજપ સરકાર ઇરાદાપૂર્વક ન કરતી હોય એવું લાગી રહ્યું છે. તેમ પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના નાથાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું અને જો આ કાર્યવાહી તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.
દર્દીઓને મુશ્કેલી ન પડે તેવા તમામ પ્રયત્નો કરાઈ રહ્યાં છે : આરોગ્ય અધિકારી
આ સમગ્ર બાબતે પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના આરોગ્ય અધિકારી કવિતાબેન દવેએ જણાવ્યું હતું કે, પહેલા આ પ્રોજેક્ટ પ્રાઇવેટ કંપનીમાં હતો. જે પૂર્ણ કરી સરકાર દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને જેને લઈને આ સમસ્યા સર્જાઈ હોતી પરંતુ આ સમસ્યાનું નિરાકરણ આવતી કાલ સુધીમાં થઈ જશે. તેવી ઉચ્ચ અધિકારીઓએ ખાતરી આપી છે અને કોઈ દર્દીઓને 'મા કાર્ડ 'ને લઈને મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.