પોરબંદરમાં મચ્છી માર્કેટનું રીનોવેશન કરવાની વેપારીઓની માંગ - પોરબંદર
પોરબંદર: જિલ્લાના અનેક વેપારીઓ માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે, પરંતુ અહીં વર્ષોથી આવેલા જુની મચ્છી માર્કેટની સ્થિતિ એટલી ખરાબ છે કે, અહીં રાખવામાં આવતી મચ્છી બગડી જાય છે. પરિણામે વેચાતી ન હોવાથી વેપારીઓને આર્થિક નુકસાન વેઠવું પડે છે. આ બાબતે અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિરાકરણ ના આવતા સ્થાનિક વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે અને તંત્રને તાત્કાલિક મચ્છી માર્કેટ રિપેર કરવા માંગ કરી છે.
પોરબંદર શહેરમાં આવેલી જુની મચ્છી માર્કેટમાં 300થી વધુ વેપારીઓ અને લોકો મચ્છી વેચી ગુજરાન ચલાવતા હોય છે. આ મચ્છી ઉદ્યોગ સાથે પોરબંદર દ્વારા ભારતના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો મચ્છી ઉદ્યોગનો રહ્યો છે. એક દિવસનું કરોડથી વધારે ટર્નઓવર પોરબંદરના મચ્છી ઉદ્યોગનું છે. મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ મચ્છી માર્કેટને વ્યવસ્થિત રીતે રીનોવેશન કરી યોગ્ય કરવામાં આવે તેવી માંગ વેપારીઓમાં ઊઠી છે. જ્યાં મચ્છી વેચવામાં આવે છે એનો ઢગલો નીચે જમીન પર કરવામાં આવે છે. ગટરનું પાણી પણ અહીં બાજુમાંથી વહે છે.