પોરબંદરના અનેક વિસ્તારોમાં બહુમાળી ઈમારતોમાં પ્રાઈવેટ શાળાઓ અને પ્રાઈવેટ હોસ્પિટલ ઉપરાંત ખાનગી ટ્યુશન ક્લાસીસ ધમધમી રહ્યાં છે. ઘણાં વિસ્તારોમાં આવેલી ખાનગી શાળાઓમાં બહુમાળી મકાનોમાં ઉપર મોટા ડોમ પણ બનાવાયેલા છે. આ ખાનગી શાળાઓના સંચાલકો પર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને સુવિધાવિહોણી શાળાઓના રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પોરબંદરમાં બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટીની તપાસ કરવાની માંગ - fire safty
પોરબંદરઃ સુરતમાં બનેલી દુર્ઘટના બાદ સરકાર સામે ભારે રોષની લાગણી પ્રવર્તી છે. તેવામાં દરેક મહાનગરપાલિકા અને શહેરોમાં બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટીની તપાસની ચાલી રહી છે. ત્યારે પોરબંદરમાં પણ બહુમાળી ઈમારતોમાં ચાલતા ટ્યુશન ક્લાસીસની તપાસ કરવાની માંગ ઉઠી છે.
hd
પોરબંદરના નિકુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, પોરબંદની રાજાશાહી વખતની શાળાઓમાં બેઠક વ્યવસ્થા અને અવરજવરની વ્યવસ્થાને ધ્યાનમાં લઈને ખાનગી શાળાઓામાં આ વ્યવસ્થા ફરજિયાત કરવી જોઈએ. ભવિષ્યમાં સુરતની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલિક ધોરણે ટ્યુશન ક્લાસીસના સંચાલકો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને જો સુવિધાનો અભાવ હોય તો તાત્કાલિક રજીસ્ટ્રેશન રદ્દ કરી દંડ વસુલવામાં આવે તેવી માંગ NSUIના પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે.