ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર કલેક્ટરનો નિર્ણય, 8 ડિસેમ્બર સુધી રાત્રીના 10થી 5 સુધી ચોપાટી અને બાગ-બગીચા બંધ - પોરબંદર કલેક્ટર

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે 6 મહિના સુધી પોરબંદરની ચોપાટી બંધ રાખવામાં આવી હતી. જે અનલોકની પ્રક્રિયામાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ આજે એટલે કે શુક્રવારે પોરબંદર કલેક્ટર ડી.એમ.મોદી દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમા 9 ઓક્ટોબરથી આગામી 8 ડિસેમ્બર સુધી પોરબંદરની ચોપાટી અને અન્ય બાગ-બગીચાઓ રાત્રિના 10થી 5:00 સુધી બંધ રાખવામાં આવશે.

8 ડિસેમ્બર સુધી રાત્રીના 10થી 5 સુધી ચોપાટી અને બાગ-બગીચા બંધ
8 ડિસેમ્બર સુધી રાત્રીના 10થી 5 સુધી ચોપાટી અને બાગ-બગીચા બંધ

By

Published : Oct 10, 2020, 4:10 AM IST

પોરબંદરઃ વૈશ્વિક મહામારી કોરોનાના કારણે 6 મહિના સુધી પોરબંદરની ચોપાટી બંધ રાખવામાં આવી હતી. જે અનલોકની પ્રક્રિયામાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ આજે એટલે કે શુક્રવારે પોરબંદર કલેક્ટર ડી.એમ.મોદી દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમા 9 ઓક્ટોબરથી આગામી 8 ડિસેમ્બર સુધી પોરબંદરની ચોપાટી અને અન્ય બાગ-બગીચાઓ રાત્રિના 10થી 5:00 સુધી બંધ રાખવામાં આવશે.

આવનારા દિવસોમાં દિવાળીનો તહેવાર આવતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે, તહેવારોના દિવસોમાં રાત્રિના સમયે લોકો ચોપાટી પર એકત્રિત થતા હોય છે. જેથી કોરોના સંક્રમણ અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details