પોરબંદરમાં 31 ડિસેમ્બરે 96 વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમ ઝડપાયો - પોરબંદર તાજા ન્યુઝ
પોરબંદરઃ રાજ્યમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા માટે DGP ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ડ્રાઇવનું આયોજન કરેલ હતું. તેમજ 31મી ડીસેમ્બર અન્વયે જૂનાગઢ રેન્જના IGP મનીંદર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પોરબંદર જિલ્લામાં પ્રોહી.ની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટેની ખાસ સુચના આપવામાં આવી હતી.
LCB, PI એમ.એન.દવે તથા PSI એચ.એન.ચુડાસમા LCB સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે બારવાણનેસ સ્મશાનની બાજુમાં પડતર ડેલામાં રેઇડ કરતાં આરોપી મેરામણ ઉર્ફે, સરમણ ભુરાભાઇ મોરી, ઉમર.વર્ષ.28 પાસેથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારુની Party Special DELUX WHISKY 750 એમ.એલ.ની બોટલો નંગ-96 તથા EPOSODE CLASSIC WHISKY 750 એમ.એલ.ની બોટલો નંગ-22, તથા મોબાઇલ.ફોન નંગ-1, કીમત.રૂા.500/-નો મળી કુલ કીંમત.રૂપિયા 35,900/-ના મુદામાલ સાથે પકડી પાડયો હતો. આ ઘટનામાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.