પોરબંદર: પોરબંદરના ગોસા ગામના 40 વર્ષીય પુરુષ મુંબઈથી 26 મે ના રોજ પોરબંદર આવ્યા હતા અને તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જો કે આજે તેમનું મોત નીપજ્યું હતું.
પોરબંદરમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત - પોરબંદરમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત
પોરબંદરના ગોસા ગામના 40 વર્ષીય પુરુષ મુંબઈથી 26 મે ના રોજ પોરબંદર આવ્યા હતા અને તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જો કે આજે તેમનું મોત નીપજ્યું હતું.
પોરબંદરમાં મૂળ ટુકડા ગોસા ગામના 40 વર્ષના પુરુષ મુંબઈમાં તેના કાકાનું નિધન થયું હતું. તેમની અંતિમ વિધિમાં ગયા હતા તેઓ તારીખ 26 મે ના રોજ 11 લોકો સાથે પોરબંદર આવ્યા હતા. આ 40 વર્ષીય પુરુષ હરસુખ ટુકડીયાના સ્વોબના રિપોર્ટ લેતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓને પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતાં.
હરસુખભાઈને બ્લડ પ્રેશરની બીમારી હોય આથી તેઓને બે દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. જ્યારે આજે તેઓનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોક છવાયો હતો. આ સાથે પોરબંદરમાં કુલ બે કોરોના પોઝિટિવ પર આંક પહોંચ્યો છે. આ અગાઉ એક 27 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું, જ્યારે હવે પોરબંદરમાં કુલ એક્ટિવ કેસ ત્રણ છે.