ગુજરાત

gujarat

ETV Bharat / state

બરડા ડુંગરકાંડઃ પ્રકૃતિ પ્રેમી નાગજણભાઈનું મોત, મિત્રોએ પરિવારને મદદ કરવા અભિયાન ચલાવ્યું - ગુજરાતીસમાચાર

પોરબંદરમાં 15 ઓગસ્ટે મહિલા ફોરેસ્ટકર્મી બરડા ડુંગરમાં તેના પતિ અને અન્ય એક રોજમદાર વ્યક્તિ સાથે ગયા હતાં, ત્યારથી તેમની સાથે કોઈ સંપર્ક થયો નહોતો. જેનો ગુમ થયાનો રિપોર્ટ બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવ્યો હતો. જે બાદ તેમની શોધખોળ વનવિભાગ અને પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ડોગ સ્ક્વોડની મદદથી ત્રણેયના મૃતદેહ બરડા ડુંગરમાંથી શોધી કાઢવામાં આવ્યાં હતાં.

porbandar
પોરબંદર

By

Published : Aug 18, 2020, 7:46 AM IST

પોરબંદર: જિલ્લાના બરડા વન્યપ્રાણી અભયારણ્યમાં સગર્ભા વન રક્ષક, તેના પતિ અને રોજમદાર વન કર્મચારી નાગજણભાઇ સહિત ત્રણ વ્યક્તિઓના મૃતદેહ મળ્યાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે, આ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે.

પ્રકૃતિ પ્રેમીનું અવસાન થતા મિત્રોએ પરિવાર ને મદદ રૂપ થવા અભિયાન ચલાવાયું

આ ઘટનામાં મોકરસાગર વેટલેન્ડ કન્સર્વેઝન કમિટી અને પ્રકૃતિ પરિવારના મિત્રોએ તેના પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કરતા નાગાજણભાઇની માતા માટે પણ અમુક ભંડોળ રાશિ એકત્રિત કરી મદદ રૂપ થવા પ્રયાસ કર્યો છે. સતત સેવામાં સમર્પિત રહેતા અને પક્ષીઓની બચાવ કામગીરીમાં તત્પર નાગાજણભાઇ આગઠના ઘરમાં તેમના માતા છે. જે ફક્ત નાગજણભાઈ પર નિર્ભર હતા, માતા અવાર નવાર બીમાર રહે છે. નાગજણ ભાઇએ વન્યપ્રાણી બચાવ માટે રાત-દિવસ મહેનત કરી છે.

પ્રકૃતિ પ્રેમીનું અવસાન થતા મિત્રોએ પરિવાર ને મદદ રૂપ થવા અભિયાન ચલાવાયું

મહત્વનું છે કે, ત્રણેય વ્યક્તિઓના શરીર પર ઇજાઓ દેખાતા તાત્કાલિક FSLની ટીમ દ્વારા ઇન્કવેસ્ટ કરાયું હતું અને ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોરબંદર ખસેડવામાં આવ્યા હતાં. પોરબંદરમાં નાગજણભાઇના યોગદાનને ક્યારેય નહીં ભૂલાય તેવું છે. જેમને ફાળો આપવામાં રુચિ છે. બેંક ખાતાની વિગતો મેળવવા ધવલભાઇ વારગિયા, પ્રમુખ, મોકરસાગર કમિટીનો સંપર્ક 98248 22855 પર કરવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details