ગુજરાત

gujarat

ETV Bharat / state

Daughters Day Special: પોરબંદરના એક પરિવારની 7 દીકરીઓ નિભાવી રહી છે દીકરાઓની ફરજ... - પોરબંદર લેટેસ્ટ ન્યૂઝ

ભારત દેશમાં નારીઓને દેવી સમાન ગણવામાં આવે છે, પરંતુ દેશભરમાં ઘણા એવા બનાવ બને છે કે, જેમાં દીકરી જન્મે તે પહેલાં ભૃણ હત્યા કરી દીકરીને મારી નાંખવામાં આવે છે. તો ઘણા એવા પણ પરિવારો છે જેના ઘરમાં દીકરીઓની સંખ્યા વધુ હોય છે. દીકરીઓ આજે દીકરા સમાન બની પરિવારને પડખે ઉભી રહે છે. પોરબંદરના કુછડી ગામના એક પરિવારમાં સાત દીકરીઓ છે; છતાં મજૂરી કામ કરી દીકરીઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

Porbandar news
પોરબંદરના એક પરિવારની 7 દીકરીઓ નિભાવી રહી છે દીકરાઓની ફરજ

By

Published : Sep 27, 2020, 6:49 PM IST

પોરબંદર: ભારતીય સંસ્કૃતિ મુજબ નારીનું પૂજન થાય છે અને નારીઓને દેવી સમાન ગણવામાં આવે છે. પરંતુ દેશભરમાં ઘણા એવા બનાવ બને છે કે જેમા દીકરી જન્મે તે પહેલાં ભૃણ હત્યા કરી દીકરીને મારી નાંખવામાં આવે છે, તો ઘણા એવા પણ પરિવારો છે જેના ઘરમાં દીકરીઓની સંખ્યા વધુ હોય છે. જે દીકરીઓ આજે દીકરા સમાન બની પરિવારને પડખે ઉભી છે. ત્યારે પોરબંદરના કુછડી ગામના એક પરિવારમાં સાત દીકરીઓ છે; છતા મજૂરી કામ કરી દીકરીઓ આજે પરિવારનું ગુજરાન ચલાવે છે.

પોરબંદરના એક પરિવારની 7 દીકરીઓ નિભાવી રહી છે દીકરાઓની ફરજ
પોરબંદરના કુછડી ગામે રહેતા જેસાભાઈ પુંજાભાઈ હુણ અને તેના પત્ની દેવી બેનને આઠ બાળકો છે. જેમાં સાત દીકરીઓઆ વેજી બેન, વાલી બેન, સંતોકબેન, કડવીબેન, નિતુબેન, શાંતુબેન, પુરી બેન અને એક દિકરો જેઠો છે. મજૂરી કરીને પેટિયું રળતા જેસાભાઈના પરિવારમાં ત્રણ દીકરીઓને સાસરે વળાવી છે. જ્યારે ચાર દિકરીઓ હાલ ઘરે છે. તેઓે મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવવામાં પિતાને મદદ રૂપ બની રહી છે.આ પરિવાર પર આર્થિક રીતે સંકટ પણ આવે છે અને ખાસ કરીને દીકરીના લગ્ન વખતે ઘણા પરિવારો મુશ્કેલીમાં મૂકાઈ છે. સરકાર દ્વારા અનેક યોજનાઓ છે પરંતુ કોઇ કારણોસર આ પ્રકારની યોજનાનો લાભ અમૂક પરિવારોને નથી મળતો.

કુછડી ગામના ગ્રામજન જણાવ્યું હતું કે, લોકો અપૂરતી માહિતીના અભાવે યોજનાના લાભથી વંચિત રહી જાય છે અને વધુ દીકરીવાળા આવા પરિવારોનો જો સર્વે કરવામાં આવે અને પરિવાર સુધી યોગ્ય સહાય આપવામાં આવે તો આ દીકરીઓ પણ આગળ વધી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details