પોરબંદર: એક તરફ કોરોના વાઇરસનો ખતરો દેશમાં મંડરાઇ રહ્યો છે, ત્યારે બીજી બાજુ વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 48 કલાક સુધીમાં ગુજરાતના દરિયા કિનારા પર લો પ્રેશરની અસર વર્તાશે અને વધુ પવન ફૂંકાશે. જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.
પોરબંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી લીકૂન પાત્રા સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે, આગામી સમયમાં માલદીવ ખાતે લો-પ્રેશર સર્જાવાની શક્યતાઓ છે અને આ લો પ્રેશરની અસર ગુજરાતના દરિયાકિનારે સર્જાશે, વધુથી વધુ પવન ફૂંકાવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી, 48 કલાક સુધીમાં ગુજરાતના દરિયા કિનારે લો પ્રેશરની અસર
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 48 કલાક સુધીમાં ગુજરાતના દરિયા કિનારા પર લો પ્રેશરની અસર વર્તાશે. જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.
પોરબંદર
પોરબંદરના દરિયાકિનારે એક નંબરનું સિગ્નલ પણ હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત તમામ દરિયા કિનારા સંબંધિત એજન્સીઓને પણ સતર્ક રહેવા જણાવાયું છે, જોકે વાવાઝોડાની સંભાવના નહિવત હોવાનું જણાવ્યું છે, પરંતુ આગામી બે દિવસમાં વધુ જોરથી પવન ફુંકાય તેવી શક્યતા વર્તાઈ રહી છે, તેમ અધિકારીએ જણાવ્યું હતું