પોરબંદર: વાવાઝોડાના કારણે નુકશાન થયું હોય તે જગ્યાએ હવે તંત્ર કામગરી કરી રહ્યું છે. ત્યારે પોરબંદરમાં પણ તંત્ર કામગરી કરી રહ્યું છે. વાવાઝોડાના પવનથી માધવપુરના નેશનલ હાઈવે પર ઉડીને આવેલી રેતી દૂર કરવામાં આવી છે. જે બાદ નેશનલ હાઈવે સંપૂર્ણ ખુલ્લો કરવાની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે. પૂર્વ તૈયારી જે કરવામાં આવી હતી તેના કારણે અત્યારે કાર્ય ઝડપથી થઈ રહ્યું છે.
6 ઇંચ જેટલું થર:એક કિલોમીટર વિસ્તારમાં દરિયાની રેતીના 6 ઇંચ જેટલું થર જામી જતા બે લોડર અને બે જેસીબીથી ચાલી રહી છે કામગીરી પોરબંદર જિલ્લામાં દરિયામાંથી પસાર થયેલા બિપરજોય વાવાઝોડાના તીવ્ર તેજ પવનોની લહેરને લીધે રાત્રે દરિયાની રેતી ઉડીને માધવપુર બીચ પાસે નેશનલ હાઇવે પર ઉડીને જામી જતા નેશનલ હાઈવે ઓથેરિટીએ આજે સવારે નેશનલ હાઈવે ખુલ્લો કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.
"એકાદ કિલોમીટરમાં આ રીતે રેતી ઉડીને આવી હતી અને અંદાજે 3 થી 6 ઈંચનું થર જોવા મળ્યું હતું. આ રેતી સાફ કરવા માટે બે લોડર બે જેસીબી ત્રણ ડમ્પર અને એક ટ્રેકટર દ્વારા સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રસ્તો ખુલ્લો થઈ ગયો છે. અને વાહન વ્યવહાર પણ ચાલુ છે" --(નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર)
રેતી દૂર કરવાની કામગીરી: રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે વાવાઝોડાની અસર પછી રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે પોરબંદર જિલ્લામાં પણ સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં નેશનલ હાઇવે ઓથોરિટીએ દરિયાઈ પટ્ટી પરના નેશનલ હાઈવે પર આજે સવારે સર્વે કરતા માધવપુર બીચ પાસે હાઈવે પર દરિયાની ઉડીને આવેલી રેતી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે રાજયમાં દરેક વિસ્તારમાં વાવાઝોડા બાદ કામગીરી કરવામાં આવી રહી છે.
- Cyclone Biparjoy Landfall Impact: રાહત કમિશનરે કહ્યું, ટૂંક સમયમાં નુકસાનીનો સર્વે શરૂ થશે
- Cyclone Biparjoy Landfall Impact: જામનગરમાં અનેક વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી, સીએમ લઇ શકે છે મુલાકાત