- ડિજિટલ યુગ તરફ પ્રયાણ કરતાં થયો કડવો અનુભવ
- ભેજાબાજે શર્ટ પસંદ છે, પેમેન્ટ માટે સોશિયલ સાઈટ પર OR કોડ આપ્યો હતો
- પરત રૂપિયા મળી જશે તેમ કહી ફરી QR કોડ મોકલ્યા અને રૂપિયા ઉપડતા ગયા
- પોરબંદર સાયબર ક્રાઇમે 48,000 પરત અપાવ્યા પોરબંદરમાં સાયબર ફ્રોડ
પોરબંદરઃશહેરમાં રહેતા રોહન દવે સોશિયલ સાઈટ પર 4 શર્ટ વેચવા માટે મૂક્યા હતા. જેને સાહિલ કુમાર નામના એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે આ શર્ટ તેમને પસંદ છે. કુલ 32,000 રૂપિયામાં શર્ટનો સોદો નક્કી થયો હતો. ત્યારબાદ આ અજાણ્યા વ્યક્તિએ રોહનને સોશિયલ સાઈટ પર 3200 QR કોડ મોકલ્યો હતો. ત્યારબાદ રકમ જમા થઈ જશે તેમ કહ્યું હતું પરંતુ QR કોડ સ્કેન કરતાની સાથે જ રોહનના ખાતામાંથી 200 રૂપિયા કપાઈ ગયા હતા અને ફરીથી આ 200 રૂપિયા પરત આપવાનું કહેતા બીજો કોડ મોકલી 18,000 રૂપિયા આરોપી દ્વારા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. આ રીતે એક બાદ એક એમ તારીખ 3/2, 4/2 અને 5/2 ના રોજ રૂપિયા પરત આપવાનું કહી ફોન કરી 89,000, 11,000 અને 87,000 મળી કુલ બે લાખ પાંચ હજાર રૂપિયાની ઓનલાઇન ઠગાઈ રોહન સાથે થઈ હતી.
ગ્રાહક પર વધુ પડતો વિશ્વાસ કરતા રોહને વધુ રૂપિયા ગુમાવ્યા
રોહને આ બધી રકમ બે-ત્રણ દિવસમાં પરત મળી જશે તેવી આશા હતી. ત્યારબાદ તારીખ 9-2-2021ના રોજ ફરીથી રોહનને આરોપીનો ફોન આવ્યો હતો. આ તમામ રકમ રિફંડ કરવાની પ્રક્રિયાના નામે આધાર કાર્ડ, ATM કાર્ડ અને OTP મેળવી વધુ 47,000 રૂપિયા પડાવી લીધા હતા. આમ કુલ રૂપિયા 2,52,000ની છેતરપીંડી થઈ હતી.