ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારી વેબસાઈટ જેવી જ વેબસાઈટ બનાવી થઈ રહ્યું છે સાઈબર ક્રાઇમ - MSME Project

સરકાર દ્વારા ડિજિટલ પદ્ધતીને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને ડિજિટલ ટેકનોલોજીથી આજે ભારત વિકાસની હરણફાળ દોડમાં વિશ્વાસ સાથે તાલમેલ મેળવી રહ્યું છે, ત્યારે અનેક ભેજાબાજ લોકો શોર્ટકટ અપનાવી સરકારી વેબસાઈટના નામ જેવું જ નામ રાખી લોકો પાસેથી ઔદ્યોગિક એકમના રજીસ્ટ્રેશન માટેના પૈસા વસૂલ કરી સાઇબર ક્રાઇમ આચરી રહ્યાં છે.

સાઇબર ક્રાઇમ
સાઇબર ક્રાઇમ

By

Published : Jan 20, 2021, 4:51 PM IST

  • સરકારી વેબસાઈટના ભળતા નામથી જ થઈ રહ્યું છે રાષ્ટ્રવ્યાપી સાઇબર ક્રાઇમ
  • સામાન્ય રૂપિયા હોવાથી લોકો ટાળે છે ફરિયાદ કરવાનું
  • સરકારી વેબસાઈટ જેવી જ વેબસાઈટ બનાવી ભેજા બાજ લોકો રૂપિયા પડાવી લે છે

પોરબંદરઃ સાઇબર ક્રાઇમના અનેક કિસ્સાઓ સામે આવે છે, ત્યારે પોરબંદરમાં વેતાળ અલ્પેશભાઈને પોતાનો બીઝનેસ ચલાવવા માટે સરકારના MSME પ્રોજેક્ટ હેઠળ પોતાના ધંધાનું રજિસ્ટ્રેશન કરાવવું હતું.

સરકારી વેબસાઈટ જેવી જ વેબસાઈટ બનાવી થઈ રહ્યું છે સાઇબર ક્રાઇમ

તેઓ પાસેથી આધાર પુરાવા માંગવામાં આવ્યાં

તેથી તેઓએ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ તેઓ પાસેથી આધાર પુરાવા માંગવામાં આવ્યાં હતા અને રૂપિયા 1948 માંગવામાં આવ્યા હતા. અલ્પેશભાઈ તે ભરી દીધા હતા.

સરકારી વેબસાઈટ

અનેક લોકો પાસેથી આવાં ભેજાબાજ લોકો પૈસા પડાવી લે છે
થોડા દિવસો બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત લેતા અધિકારીઓ પાસેથી માલુમ પડ્યું હતું કે, આ પ્રોસેસના કોઈ ચાર્જ લેવામાં આવતા નથી અને તેઓએ જે વેબસાઇટથી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, તે સરકારની વેબસાઈટ ન હતી આમ અનેક લોકો પાસેથી આવાં ભેજાબાજ લોકો પૈસા પડાવી લે છે.

સરકારી વેબસાઈટ જેવી જ વેબસાઈટ બનાવી થઈ રહ્યું છે સાઇબર ક્રાઇમ
સરકારી માન્યતા ધરાવતી વેબસાઈટ પાછળ ગવર્મેન્ટ ડોટ ઇન લખેલું હોય છે
સાઇબર ક્રાઇમ ગ્રાફ
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઉદ્યોગ નિરીક્ષક હમરાજ જેતપુરાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા MSME પ્રોજેક્ટ અંતર્ગત ચલાવવામાં આવતી વેબસાઈટ પાછળ www. udaymregistration.gov.in લખેલું છે. જે સરકાર માન્ય છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારની વેબસાઈટ આધાર પુરાવા માંગે તો આપવા નહીં તે સરકારી કે તેની ખરાઈ કર્યા બાદ જ રજીસ્ટ્રેશન કરાવવું. ઉદ્યોગ અંગેના રજિસ્ટ્રેશનની કોઈ ફી લેવામાં આવતી નથી જેની લોકો એ નોંધ લેવી.
સરકારી વેબસાઈટ જેવી જ વેબસાઈટ બનાવી થઈ રહ્યું છે સાઇબર ક્રાઇમ

ABOUT THE AUTHOR

...view details