પોરબંદરસરકારી હોસ્પિટલમાં (Porbandar Government Hospital) સાત મહિનાથી સીટી સ્કેન મશીન(CT scan machine) બંધ હોવાના કારણે દર્દીઓને મુશ્કેલી થઇ રહી છે. જેના કારણે દર્દીઓ માટે આરોગ્યની સુવિધામાં વધારો કરવા અંગેની રાજ્ય સરકારદ્વારા અનેક જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં (Govt Bhavsinghji Hospital) છેલ્લા સાત મહિનાથી સીટી સ્કેન મશીનબંધ હાલતમાં છે. અહીં અનેક દર્દીઓનેધર્મના ધક્કા ખાવા પડે છે.ગરીબ દર્દીઓને જામનગર સીટી સ્કેન માટે જવું પડે છે. ત્યારે આ અંગે મશીનને તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ લોકોએ દ્વારા કરવામાં આવી છે.
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સાત મહિનાથી સીટી સ્કેન મશીન બંધ, દર્દીઓને મુશ્કેલી
એક બાજુ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. એક બાજૂ ચૂંટણી અને એક બાજૂ લોકોની કોઇ સમસ્યાઓ હજુ દુર થઇ નથી. ત્યારે પોરબંદર સરકારી હોસ્પિટલમાં (Porbandar Government Hospital) સાત મહિનાથી સીટી સ્કેન મશીન(CT scan machine) બંધ હોવાના કારણે દર્દીઓને મુશ્કેલી થઇ રહી છે.
મશીન બંધપોરબંદરના સમાજ સેવક બાબુભાઈ પાંડવદરા એ આ અંગે જણાવ્યું હતું કે પોરબંદરમાં છેલ્લા સાત મહિના પી સીટી સ્કેન મશીન બંધ હાલતમાં છે. કોઈ ટેકનિકલ કારણોસર આ મશીન બંધ થયેલ હોવાથી અનેક દર્દીઓને મુશ્કેલી ભોગવવી પડી રહી છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવતા નથી જેના કારણે અનેક ઉચ્ચ સ્તરીય રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજુ કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી.
કર્મચારી મશીનજો યોગ્ય કાર્યવાહી વહેલાસર નહીં કરવામાં આવે તો આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી પણ બાબુભાઈએ ઉચ્ચારી હતી. જ્યારે આ અંગે હોસ્પિટલના આર એમ ઓ નિલેશ મકવાણા એ જણાવ્યું હતું કે મશીન રીપેરીંગ અંગે બિલ પેમેન્ટ ની કાર્યવાહી શરૂ છે. જે પૂર્ણ થતા તાત્કાલિક કંપની માંથી કર્મચારી મશીન રીપેર કરવામાં આવશે.