ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લાના માધવપુરમાં વધુ એક કોવિડ કેર સેન્ટર બનાવાશે

પોરબંદરના માધવપુરમાં વધુ 1 કોવિડ કેર સેન્ટર બનાવવાનું જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આરોગ્યતંત્રએ આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ, જિલ્લામાં આત્મા સેન્ટર ખાતે 50, વનાણા ખાતે 100, અડવાણા ખાતે 15 અને કુતિયાણા ખાતે 10 આઇસોલેટેડ બેડ રાખેલા છે.

પોરબંદર જિલ્લાના માધવપુરમાં વધુ એક કોવિડ કેર સેન્ટર બનાવાશે
પોરબંદર જિલ્લાના માધવપુરમાં વધુ એક કોવિડ કેર સેન્ટર બનાવાશે

By

Published : Apr 19, 2021, 1:20 PM IST

  • દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે માધવપુરમાં બનાવવામાં આવશે કોવિડ સેન્ટર
  • એક પણ હોસ્પિટલમાં બેડ ખાલી નથી આથી દર્દીના સારવાર માટે વેટિંગ ચાલી રહ્યું છે
  • પોરબંદર, વનાણા, અડવાણા, કુતિયાણામા કોવિડ કેર સેન્ટર કાર્યરત

પોરબંદર: જિલ્લામાં કોરોનાના સામાન્ય કે ઓછા લક્ષણ ધરાવતા દર્દીઓને તબીબી દેખરેખ હેઠળ રાખી શકાય અને તેને ઑક્સિજનની જરૂર પડે તો હોસ્પિટલમાં સમયસર પહોંચાડી શકાય તે માટે 4 કોવિડ કેર સેન્ટર તંત્ર અને સંસ્થાઓના સહયોગથી કાર્યરત છે. આ બાદ, માધવપુરમાં વધુ 1 કોવિડ કેર સેન્ટર બનાવવાનું જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આરોગ્યતંત્રએ આયોજન કર્યું છે.

આ પણ વાંચો:પોરબંદર જિલ્લામાં બહારથી આવતા દર્દીઓની સંખ્યા વધતા 50 બેડ વધારાશે

કોરોનાની સારવાર માટે વેટિંગ

પોરબંદરમાં આત્મા સેન્ટર ખાતે 50, વનાણા ખાતે 100, અડવાણા ખાતે 15 અને કુતિયાણા ખાતે 10 આઇસોલેટેડ બેડ રાખેલા છે. આ ઉપરાંત, માધવપુર આસપાસના દર્દીઓને સુવિધા મળે તે માટે માધવપુરમાં કોવિડ કેર સેન્ટર બનાવવાની તૈયારી ચાલી રહી છે. પોરબંદરમાં અમુક ખાનગી હોસ્પિટલોમાં જે દર્દીઓને કોરોના લક્ષણો જણાતા હોય તેની સારવાર કરવામાં આવે છે. તેમ છતાં, કોરોના પોઝિટિવ દર્દીઓ અને કોરોના રિપોર્ટ પોઝિટિવ ન આવ્યા હોય તેમ છતાં સીટી સ્કેનમાં કોરોનાના લક્ષણો ધરાવતા હોય તેવા દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં, કોઈ પણ હોસ્પિટલમાં બેડ ખાલી નથી અને સારવાર માટે વેટિંગ ચાલી રહ્યું છે. આ પરિસ્થિતિમાં રાહત થાય તે માટે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા માધવપુર ખાતે વધુ એક સેન્ટર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શરૂ કરાયું 40 બેડની સુવિધાવાળું કોવિડ કેર સેન્ટર

ABOUT THE AUTHOR

...view details