પોરબંદરઃ પોરબંદર જિલ્લામાં અત્યાર સુધી 1834 શંકાસ્પદ લોકોના કોરોના વાઇરસ COVID-19ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. સેમ્પલ પરીક્ષણ કરતા તબીબી ટીમને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વીપમેન્ટ (PPE) આપવામાં આવે છે. જેમા તબીબી ટીમ પગથી માથા સુધીનું સમસ્ત શરીર કોરોના સામે સુરક્ષિત રહે છે.
પોરબંદર જિલ્લામાં અત્યાર સુધી 1834 શંકાસ્પદ લોકોના કોરોના સેમ્પલ લેવાયા
પોરબંદર જિલ્લામાં અત્યાર સુધી 1834 શંકાસ્પદ લોકોના કોરોના વાઇરસ COVID-19ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. સેમ્પલ પરીક્ષણ કરતા તબીબી ટીમને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વીપમેન્ટ (PPE) આપવામાં આવે છે. જેમાં તબીબી ટીમ પગથી માથા સુધીનું સમસ્ત શરીર કોરોના સામે સુરક્ષિત રહે છે.
પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ 1834 શંકાસ્પદ વ્યક્તિઓના કોરોના વાઇરસના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 1022 પુરૂષો તથા 812 મહિલાઓનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા ડો.પૂજાબહેન કામરીયાએ કહ્યું કે, શંકાસ્પદ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ માટે નાકમાંથી અને ગળામાંથી એમ 2 સેમ્પલ લેવામાં આવે છે. સેમ્પલ લેતા અને પરીક્ષણ કરતા તબીબોની સુરક્ષા માટે સરકાર દ્વારા પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ (PPE) આપવામાં આવી છે. આ PPE કોરોના સામે તબીબોને પગથી માથા સુધી સુરક્ષિત રાખીને કોરોના વાઇરસને પ્રવેશતા અટકાવે છે. શંકાસ્પદ વ્યક્તિઓના લીધેલા સેમ્પલ પ્રવાહી મીડિયા વાનમાં ફ્રીજમાં રાખીને જામનગર સીવિલના માઇક્રોબાયોલોજી વિભાગમાં પોલીમેરાઇઝ ચેઇન રીએક્શન (PCR) પરીક્ષણ માટે મોકલવામાં આવે છે.
જ્યાં એક સેમ્પલના પરીક્ષણમાં અંદાજે 6 કલાક જેટલો સમય લાગે છે. રિપોર્ટ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી જેમનો સેમ્પલ લીધો હોય તેમને હોસ્પિટલ ખાતે જ રાખવામાં આવે છે. જ્યાં તેમને જમવાની સુવિધા પણ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.