ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં કોવિડ-19ના અત્યાર સુધીમાં 55 સેમ્પલ નેગેટીવ, 3 પોઝિટિવ - પોરબંદર કોવિડ-19 અપડેટ

જિલ્લામાં હોમ કોરોન્ટાઈનમાં કુલ 1050માંથી 305 વ્યક્તિઓનું હોમક્વૉરેન્ટાઇન પૂર્ણ થયું છે. કોરોના વાઇરસના સંક્રમણને પોરબંદર જિલ્લામાં વધુ ફેલાતો અટકાવવા માટે જિલ્લા તંત્ર ગંભીરતાથી કામ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં શંકાસ્પદ વ્યક્તિઓનાં લેવામાં આવેલા 55 સેમ્પલ નેગેટીવ અને 3 સેમ્પલ પૉઝિટિવ આવ્યા છે.

covid 19 - 55 negative and 3 positive in porbandar
પોરબંદર - ૫૫ સેમ્પલ નેગેટીવ, ૩ સેમ્પલ પૉઝિટિવ

By

Published : Apr 3, 2020, 9:56 PM IST

પોરબંદરઃ જિલ્લામાં ક્વૉરેરન્ટાઇન ખાતે કુલ 303 વ્યક્તિ પૈકી 238 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 65 વ્યક્તિઓ તપાસ હેઠળ છે. હોમ કોરોન્ટાઈનમાં કુલ 1050 વ્યક્તિઓની તપાસ થઈ હતી. જેમાંથી ૩૦૫ વ્યક્તિઓનું હોમ કોરોન્ટાઈન પૂર્ણ થયું છે.

પોરબંદરના જુદા જુદા એન્ટ્રી પોઇન્ટ ઉપર કુલ 22554 વ્યક્તિઓની સ્ક્રીનીંગ કરવામાં આવી છે. જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે કરવા જુદી જુદી ટીમો કાર્યરત છે. આ ટીમો દ્રારા 6.21 લાખથી વધુ વ્યક્તિઓનો ઘરે ઘરે જઇને સર્વે કરાયો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંબંધિત વિભાગો અને કચેરીઓને કોરોના વાઈરસના નિયંત્રણ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details