પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકએ તેમજ સાંસદ બાબુભાઇ બોખીરીયા તેમજ શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠીયા સહિતના અગ્રણીઓએ પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી.
પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્ટોર રૂમ અને વોકિંગઝોન માટે સાંસદે 10 લાખની ગ્રાન્ટ ફાળવી - વોકિંગઝોન માટે સાંસદે 10 લાખની ગ્રાન્ટ ફાળવી
પોરબંદરઃ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાતે આવેલા સાંસદ સભ્યએ મેદાનના વિકાસ માટે રૂપિયા 10 લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી.
પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્ટોરરૂમ અને વોકિંગઝોન માટે સાંસદે 10 લાખની ગ્રાન્ટ ફાળવી
સંસદ સભ્ય સહિતના અગ્રણીઓના પ્રયત્નોથી પોરબંદરના ઐતિહાસીક દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બે સ્ટોર રૂમ તેમજ ગ્રાઉન્ડની બહારની સાઈડમાં વૉકિંગ ઝોન બનાવવા માટે રૂપિયા 10 લાખની ગ્રાન્ટ સંસદની ગ્રાન્ટમાંથી ફાળવવાની જાહેરાત કરી હતી.