પોરબંદર: જિલ્લામાં પોઝિટિવ આવેલો મોકરનો 29 વર્ષીય યુવાન છેલ્લા 10 વર્ષથી કુરિયરના બિઝનેસમાં દિલ્હીમાં જ સ્થાયી થયો હતો અને તેમનું સરનામું પણ દિલ્હીનું જ હોવાના કારણે આ કેસ પોરબંદર જિલ્લામાં કે રાજ્યમાં કાઉન્ટ થશે નહીં.
પોરબંદરમાં દિલ્હીથી આવેલો મોકરના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - પોરબંદર જિલ્લાને રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા
પોરબંદરમાં દિલ્હીથી આવેલો મોકરના 29 વર્ષીય યુવાનનો રિપોર્ટ જૂનાગઢ લેબમાં મોકલવામાં આવ્યો હતો. જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ પોઝિટિવ આવેલા યુવાનને DQ ખાતે જ રાખવામાં આવ્યો હતો. જેથી આ કેસમાં ક્લસ્ટર કન્ટેઇન્ટમેન્ટ કરવાનું થશે નહીં તેમ અધિકારીઓએ જણાવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, પોરબંદર જિલ્લાને રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા બે સવોબ ટેસ્ટિંગ મશીન ફાળવણી કરવામાં આવી છે અને તેમાં ટેસ્ટિંગ થયા બાદ આ રિપોર્ટને પોઝિટિવ કન્ફર્મેશન માટે જૂનાગઢ લેબમાં મોકલવામાં આવ્યો હતો.જ્યા આજે આ કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તેમ પોરબંદર કોવિડ-19 ભાવસિંહજી હોસ્પિટલના અધીકારીએ જણાવ્યુ હતું.