ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં 200 લોકોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ કરાયો - પોરબંદરમાં કોરોના વેક્સિનેશન

વિશ્વ સહિત ભારત દેશમાં કોરોનાની રસી શોધાઈ, ત્યારે આજે શનિવારે હેલ્થ વર્કર અને આંગણવાડી કાર્યકરને રસી આપવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લામાં સિવિલ હોસ્પિટલ અને અડવાણા સી.એચ.સી સેન્ટર ખાતે વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હેલ્થ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી હતી.

ETV BHARAT
પોરબંદર જિલ્લામાં 200 લોકોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ કરાયો

By

Published : Jan 16, 2021, 3:45 PM IST

  • પ્રથમ 200 લોકો હેલ્થ વર્કર અને આંગણવાડી કાર્યકરનો સમાવેશ કરાયો
  • ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પીએમ કેર ફંડમાં 51,000 રૂપિયાનું અનુદાન આપ્યું
  • વેક્સિનેશન બાદ રસી લેનારને ઓબ્ઝર્વેશન રૂમમાં રખાયા
    પોરબંદર જિલ્લામાં 200 લોકોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ કરાયો

પોરબંદરઃ વિશ્વ સહિત ભારત દેશમાં કોરોનાની રસી શોધાઈ, ત્યારે આજે શનિવારે હેલ્થ વર્કર અને આંગણવાડી કાર્યકરને રસી આપવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લામાં સિવિલ હોસ્પિટલ અને અડવાણા સી.એચ.સી સેન્ટર ખાતે વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હેલ્થ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી હતી. પોરબંદર જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ પ્રસંગે ધારાસભ્ય બાબુ બોખીરીયા અને કલેક્ટર સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અડવાણા સી.એસ.સી સેન્ટર ખાતે સાંસદ રમેશ ધડુક સહિત જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદર જિલ્લામાં 200 લોકોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ કરાયો

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 51,000ની રકમ પીએમ કેર ફંડમાં જમા કરાવામાં આવી

પોરબંદરમાં આજે શનિવારના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિન પ્રાઇવેટ ડૉક્ટરોને પણ આપવામાં આવી હતી. જેમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તબીબોએ પીએમ કેર ફંડમાં 51,000ની રકમ જમા કરાવી હતી

વેક્સિનેશન દરમિયાન ઈમરજન્સી ઊભી થાય તો તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી

પોરબંદર જિલ્લામાં 2 સ્થળે આજથી વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વેક્સિનેશન દરમિયાન કોઇ ઇમરજન્સી ઊભી થાય તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ઓક્સિજનની વ્યવસ્થા અને વેક્સિનેશન કરાવનારને 30 મિનિટ સુધી મોનિટર કરવામાં આવશે. ત્યારબાદ વેક્સિનેશન કરાવનારને કોઈ ખાવા કે પીવાની કે અન્ય પરેજી રાખવાની જરૂર રહેશે નહીં. માત્ર કોરોનાની ગાઇડલાઈન નું પાલન કરવાનું રહેશે.

ABOUT THE AUTHOR

...view details