ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં 5 જગ્યાએ 125 આરોગ્યકર્મીઓની હાજરીમાં કોરોના વેક્સિનેશનનું ડ્રાય રન કરાયું - બ્રાન્ચ સ્કૂલ

2021નું વર્ષ આશાનો ઉજાસ પાથરનારૂં વર્ષ છે. કોરોના મહામારીથી પીડિત માનવજાતને ઉગારવા માટે નિષ્ણાંતો દ્વારા શોધાયેલી વેક્સિન ટૂંક સમયમાં ડોક્ટર ટિમ દ્વારા લોકોને રસીકરણ કરાશે. ત્યારે પોરબંદર જિલ્લામાં આજ રોજ જુદી જુદી પાંચ જગ્યાઓ પર કોરોના વાયરસ પર પ્રહારના ભાગરૂપે શોધાયેલી રસીકરણનું ડ્રાય રન હાથ ધરાયું હતું. આમાં આરોગ્ય વિભાગનાં 125 કર્મીઓને રસીકરણ કરવાની સાથે રસીકરણની સમગ્ર પ્રક્રિયાથી અવગત કરાવવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર ડી. એન. મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી વી. કે. અડવાણીએ સ્થળ પર પહોંચીને ડ્રાય રનનું નિરીક્ષણ કર્યુ હતું.

પોરબંદરમાં 5 જગ્યાએ 125 આરોગ્યકર્મીઓની હાજરીમાં કોરોના વેક્સિનેશનનું ડ્રાય રન કરાયું
પોરબંદરમાં 5 જગ્યાએ 125 આરોગ્યકર્મીઓની હાજરીમાં કોરોના વેક્સિનેશનનું ડ્રાય રન કરાયું

By

Published : Jan 7, 2021, 8:38 AM IST

  • પોરબંદર જિલ્લામાં પાંચ જગ્યાએ કોરોના વાયરસ વેક્સિનેશનું ડ્રાય રન યોજાયું
  • જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ કર્યું સ્થળ પર નિરીક્ષણ
  • આરોગ્ય વિભાગનાં 125 કર્મીઓને વેક્સિનેશનની સમગ્ર પ્રક્રિયાથી અવગત કરાયા
પોરબંદરમાં 5 જગ્યાએ 125 આરોગ્યકર્મીઓની હાજરીમાં કોરોના વેક્સિનેશનનું ડ્રાય રન કરાયું

પોબરંદરઃ પોરબંદર સ્થિત લેડી રૂપાળીબા હોસ્પિટલ, આશા ચિલ્ડ્રન હોસ્પિટલ, શિતલા ચોક સ્થિત બ્રાન્ચ સ્કૂલ, અડવાણા PHC. અને બખરલા PHC ખાતે ડ્રાય રન યોજાયું હતું. આમાં આરોગ્ય વિભાગના 25-25 કર્મીઓ મળી કુલ 125 કર્મીઓને પૂર્વાભ્યાસના ભાગરૂપે રસીકરણ કરી સમગ્ર પ્રક્રિયાથી નિષ્ણાતો દ્વારા અવગત કરાવવામાં આવ્યા હતા.

પોરબંદરમાં 5 જગ્યાએ 125 આરોગ્યકર્મીઓની હાજરીમાં કોરોના વેક્સિનેશનનું ડ્રાય રન કરાયું

વેક્સિનેશન માટે ત્રણ ખંડ તૈયાર કરાયા

મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના જિલ્લાઓમાં રસીકરણની પૂર્વ તૈયારીના ભાગરૂપે ડ્રાય રનનું આયોજન થઈ રહ્યું છે. પોરબંદરમા ફરજ બજાવતા ઈન્ચાર્જ સીડીએચઓ કવિતા દવેએ કહ્યું હતું કે, સમગ્ર રસીકરણની પ્રક્રિયા સુરક્ષિત છે અને ભારત સરકારની માર્ગદર્શિકાને અનુસરીને જ પ્રક્રિયા કરવામા આવી રહી છે. રસીકરણની પ્રક્રિયા 3 ખંડમાં કરવામાં આવી હતી, જેમાં એક પ્રતિક્ષા ખંડ જ્યાં લાભાર્થીઓ રસી માટે તેમના વારાની રાહ જોશે. બીજો રસીકરણ ખંડ કે જ્યાં રસીકરણ કરાશે અને ત્રીજો નિરીક્ષણ ખંડ કે જ્યાં લાભાર્થી રસી અપાયા પછી 30 મિનિટ સુધી ડોક્ટરની દેખરેખ હેઠળ બેસશે. આમ, જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ડોક્ટર્સની ટીમ, તાલીમબદ્ધ આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા ડ્રાય રન યોજાયું હતું.

ABOUT THE AUTHOR

...view details