ગુજરાત

gujarat

By

Published : Sep 8, 2020, 9:47 PM IST

ETV Bharat / state

પોરબંદર કોરોના અપડેટ: વધુ 10 કેસ પોઝિટિવ નોંધાયા

પોરબંદરમાં આજે મંગળવાર તારીખ 08 સપ્ટેમ્બર 2020ના રોજ 10 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધીમાં પોરબંદરમાં કુલ 506 કોરોના પોઝિટિવ આવ્યા છે. પોરબંદર જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક 44 થયો છે.

porbandar news
porbandar news

પોરબંદરઃ શહેરના બંદર રોડ પર રહેતા 34 વર્ષના પુરુષન, નવા કુંભારવાડામાં રહેતા 32 વર્ષના મહિલા,છાયામાં રહેતા 70 વર્ષના મહિલા,ધરમપુર રહેતા 59 વર્ષના પુરુષન, કુતિયાણાના કડેગી ગામે રહેતા 50 વર્ષના મહિલા, પોરબંદર સોની બજારમાં રહેતા 67 વર્ષના પુરુષન, ભોજેશ્વર પ્લોટમાં રહેતા 64 વર્ષના પુરુષન, કુતિયાણા ગામે રહેતા 23 વર્ષના મહિલાન અને પોરબંદરના ખાપટમાં રહેતા 46 વર્ષના મહિલાને તથા ઇન્દ્રપ્રસ્થ વિલામાં રહેતા 47 વર્ષના પુરુષનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તમામને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજરોજ પોરબંદર જિલ્લા માંથી 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

કોરોના અપડેટ

પોરબંદરમાં હાલ કોરોના પોઝિટિવના કુલ 41 દર્દીઓ એક્ટિવ છે. જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે 20કોવિડ કેર સેન્ટર ખાતે 01 તથા અન્ય જિલ્લા રાજ્ય ખાતે 14 અન્ય જિલ્લા ખાતે કરેલ હોમ આઇસોલેશન 05 દર્દી તથા સ્ટેટસ પેન્ડીંગ રિપોર્ટ દર્દીની સંખ્યા 01 છે.

ABOUT THE AUTHOR

...view details