ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક ટ્રેસીંગની ટેકનોલોજીના સહારે થાય છે કામગીરી

પોરબંદરમાં કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક ટ્રેસીંગની ટેકનોલોજીના સહારે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે.

પોરબંદરમાં કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક ટ્રેસીંગની ટેકનોલોજીના સહારે થાય છે કામગીરી
પોરબંદરમાં કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક ટ્રેસીંગની ટેકનોલોજીના સહારે થાય છે કામગીરી

By

Published : May 27, 2020, 10:44 PM IST

પોરબંદરઃ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ કાર્યરત કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક ટ્રેસીંગની ટેકનોલોજીના સહારે કામગીરી થાય છે.

પોરબંદરમાં કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક ટ્રેસીંગની ટેકનોલોજીના સહારે થાય છે કામગીરી
પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વોર રૂમ એટલે કે, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. આ વોર રૂમમાં ઇન્ચાર્જ અધિકારી તરીકે જિલ્લા આયોજન અધિકારી એન.બી.ચૌહાણની સાથે પ્રોફેસર સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે.
કન્ટ્રોલ રૂમ ખાતેથી આરોગ્ય શાખાના કર્મચારી ભાવેશભાઇ ઓડેદરાએ જણાવ્યું હતુ કે, પોરબંદર જિલ્લામાં જો કોઇ પોઝિટિવ કેસ આવે તો તેના નજીકના કોન્ટેકમાં આવેલા લોકોનો સમગ્ર ડેટા મેળવવામાં આવે છે. અને આ લોકોને ક્વોરેન્ટાઇન કરવા તેમજ કોવિડ કેર સેન્ટરમાં રાખવા અંગેની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે.જેથી કરીને કોરોનાનું સંક્રમણ વધે નહી આ ઉપરાંત કોરોના અંગેની તમામ માહિતી અને વિશ્લેષણ એકત્ર કરી સ્ટેટ કન્ટ્રોલ રૂમ ખાતે કનેક્ટ કરવામાં આવે છે.
આ કન્ટ્રોલરૂમમાં મોનિટર, ટી.વી., કોમ્પ્યુટર, લેપટોપ તેમજ અન્ય કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવે છે.જેમાં ચિન્મય દુબલ આરોગ્ય શાખા, લેકચરર પોલીટેકનિકલ મેહુલ ગોંડલીયા, કૃણાણ થાનકી, સાગર ગજેરાને હાલ ફરજ સોંપવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને એપેડેમિક મેડિકલ ઓફીસરનું પણ માર્ગદર્શન મળે છે.

ABOUT THE AUTHOR

...view details