- પોરબંદરનો જનમાષ્ટમી મેળો રદ
- કોરોનાની સંભવિત ત્રીજી લહેરના પગલે નિર્ણય
- મેળામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અશક્ય
પોરબંદર: સમગ્ર દેશમાં જન્માષ્ટમીનું ખુબ મહત્વ છે. દેશના અનેક રાજ્યોમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ગત્ત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. તો આથી આ વર્ષે પણ જન્માષ્ટમીની ઉજવણી પર રોક લગાવવમાં આવી છે. જેના પગલે પોરબંદરમાં ખૂબ પ્રચલિત જન્માષ્ટમીનો મેળો આ વર્ષે પણ બંધ રાખવામાં આવ્યો છે.
કોરોનાના કારણે જન્માષ્ટમીનો બંધ
પોરબંદરમાં જન્માષ્ટમીનો મેળો ખૂબ જ પ્રચલિત છે. આ મેળાનો આનંદ માણવા દર વર્ષે દેશ-વિદેશથી લોકો ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આવતા હોય છે પરંતુ ગત વર્ષે પણ કોરોના મહામારીના લીધે આ મેળો બંધ રાખવામા આવ્યો જ હતો.