ઉત્તરપ્રદેશમાં આવેલા સોનભદ્ર ગામમાં થયેલી નરસંહારમાં 10 લોકોની હત્યા કરવામાં આવી હતી. જેથી મૃતકોના પરિવારજનોને મળવા માટે કોંગ્રેસના સચિવ પ્રિયંકા ગાંધી જઇ રહ્યા હતા. જેઓને મિર્ઝાપુર વારાણસીમાં વચ્ચે જ રોકવામાં આવ્યા હતા. જેને પગલે પ્રિયંકા ગાંધીને મૃતકોના પરિવારજનોને મળવા ન દેતા તેમને ધરણા યોજ્યા હતા. જેથી તેમની અટકાયત કરવામાં આવી હતી.
પ્રિયંકા ગાંધીની અટકાયત બાબતે પોરબંદર કોંગ્રેસના ધરણા
પોરબંદર: પ્રિયંકા ગાંધીને સોનભદ્રમાં જવા ન દેતા તેમને ધરણા કર્યા હતા. જેથી તેમની અટકાયત કરવામાં આવી હતી. જેને પગલે પોરબંદર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ શહેરમાં ધરણા કરવામાં આવ્યા હતા. આ સાથે જ સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
porbandar
ઉત્તપ્રદેશ તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિયંકા ગાંધીની અટકાયતના પગલે ગુજરાતમાં પોરબંદર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ધરણા યોજવામાં આવ્યા હતા. તો આ સાથે જ ભાજપ સરકારનો વિરોધ કર્યો હતો. તેમજ કોંગ્રસ દ્વારા 'પ્રિયંકાજી હમ તુમ્હારે સાથ હે' ના બેનરો પણ હાથમાં રાખી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.