પોરબંદર: જિલ્લાના વોર્ડ નંબર 9માં રોડ રસ્તાનું કામ નહીં થતા યુથ કોંગ્રેસે પાલિકા ચીફ ઓફીસરને આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે પોરબંદરના દરેક વોર્ડમાં ડામરરોડ અને પેવર બ્લોકનું કામ ચાલી રહ્યું છે, ત્યારે વોર્ડ નં 9માં હજીસુધી એકપણ રસ્તાનું કામ થયું નથી.
પોરબંદરના વોર્ડ નંબર 9મા રોડ રસ્તાનું કામ નહીં થતા યુથ કોંગ્રેસે પાલિકા ચીફ ઓફીસરને આવેદન આપ્યું - Palika Chief
પોરબંદર જિલ્લામાં વોર્ડ નંબર 9માં રોડ રસ્તાનું કામકાજ વહેલી તકે કરવામાં આવે તે માટે યુથ કોંગ્રેસ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર અપાયું હતું.
પોરબંદરના વોર્ડ નંબર 9માં રોડ રસ્તાનું કામ વહેલી તકે કરવા કોંગ્રેસે પાલિકા ચીફ ઓફીસરને આપ્યું આવેદન
હાલની વરસાદી સિઝનને લીધે ત્યાંના સ્થાનિકોને ઘણી મુશકેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આજે યુથ કોંગ્રેસ દ્વારા પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિરનાને રજૂઆત કરવામાં આવી હતી કે આ વિસ્તારનું વહેલી તકે કામ ચાલુ કરવામાં આવે. આ વિસ્તારના કામના ટેન્ડરની પ્રક્રિયા 6 મહિના અગાઉ થઈ હોવા છતાં આજ સુધી આ ટેન્ડરને ઓપન કરવામાં આવ્યું નથી.
વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને આ વિસ્તારનું કામ ચાલુ કરવામાં આવે. નહીં તો વોર્ડ નંબર 9ના સ્થાનિકો દ્વારા આંદોલન કરવામાં આવશે. તેમ લોકોએ જણાવ્યું હતું.