- પોરબંદરમાં કોંગ્રેસ દ્વારા ધરણા
- ગટરના સમારકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ધરણા
- ભ્રષ્ટાચારમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહીન માંગ
પોરબંદરઃ શહેરમાં સાંઢિયા ગટર રાજાશાહી વખતનું છે, પરંતુ સાંઢિયા ગટરનું જેન્ડરનું કામ ભ્રષ્ટાચાર કરવાના ઇરાદાથી 3 વિભાગમાં અંદાજે ટોટલ રૂપિયા એક કરોડ 40 લાખ છે, જે 14માં નાણાપંચની માર્ગદર્શિકા વિરુદ્ધ થતું હોય તેવો આક્ષેપ કોંગ્રેસના આગેવાન રામદેવ મોઢવાડિયાએ કર્યો છે. તેમણે જણાવ્યું કે, સત્તાધીશોએ ભવિષ્યમાં સાફ-સફાઈના પ્રશ્ન એના એ જ રહે તે ઇરાદે કોન્ટ્રાક્ટરના લાભાર્થે આ ટેન્ડર બનાવેલું છે.
પોરબંદરમાં સાંઢિયા ગટરના સમારકામમાં ભ્રષ્ટાચાર બાબતે કોંગ્રેસના ધરણાં પાલિકાના બે એન્જિનિયરની રાતો રાત બદલી કર્યા હોવાનો આક્ષેપ
આ ઉપરાંત કોંગ્રેસના આગેવાન રામદેવ મોઢવાડિયાએ પાલિકાના કામમાં મદદ ન કરનારા ટેકનિકલ સાઉન્ડ એન્જિનિયર અજય બારૈયા અને બીજા નિષ્ણાત એન્જિનિયર સરમણ મોઢવાડિયાની રાતોરાત બદલી સત્તાધીશો દ્વારા કરાવવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ભ્રષ્ટાચારમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત વડાપ્રધાન સુધી પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિએ કરી છે.
પોરબંદરમાં સાંઢિયા ગટરના સમારકામમાં ભ્રષ્ટાચાર બાબતે કોંગ્રેસના ધરણાં બોરના પીવાના પાણીમાં ભળ્યું ગંદું પાણી
પોરબંદરના ખાખચોક વિસ્તારમાં પારસ ડેરી પાછળ રહેતા લોકોએ જણાવ્યું હતું કે, ગટરમાં યોગ્ય કામ ન થયુ હોવાને કારણે ગટરના ગંદા પાણી બોરના પાણીમાં ભળી જાય છે અને પીવાનું પાણી દુર્ગંધ વાળું નીકળે છે. આ બાબતે અનેક વાર રજુઆત કરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું, પરંતુ તેમ છંતા આ અંગે કોઈ યોગ્ય કામગરી થઈ નથી.
પોરબંદરમાં સાંઢિયા ગટરના સમારકામમાં ભ્રષ્ટાચાર બાબતે કોંગ્રેસના ધરણાં