- ખેડૂત વિરોધી કાયદા રદ કરવા પોરબંદર કોંગ્રેસે ટ્રેકટર રેલી યોજી વિરોધ કર્યો
- અર્જુન મોઢવાડિયાએ પણ રેલીમાં ટ્રેકટર ચલાવી દર્શાવ્યો વિરોધ
- સુદામા ચોકથી નાના ફુવારા સુધી યોજાઈ ટ્રેકટર રેલી
- પોલીસે 30 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની કરી અટકાયત
પોરબંદરઃ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સંબંધિત નવો કાયદો પાછળ ખેંચવા અને રદ કરવાની માગ સાથે દેશભરમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે તેના સમર્થનમાં આજે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ટ્રેકટર રેલી યોજી વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં અર્જૂન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિને એક આવેદન પત્ર પાઠવ્યું છે, જેમાં તાજેતરમાં મોદી સરકાર દ્વારા પ્રસ્થાપિત સંસદીય પ્રણાલીનો ભંગ કરીને મૌખિક મતદાન દ્વારા ઉતાવળે ચર્ચા કર્યા વગર પસાર કરવામાં આવેલ કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદાઓ તત્કાળ પરત ખેંચી રદ કરવા કોંગ્રેસ નેતા અર્જુન ભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું