અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે જશે કોંગ્રેસ નેતાઓ પોરબંદર:બિપરજોયના કારણે દરિયા કાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન પહોંચ્યુ હતુ, જોકે, બિપરજૉય વાવાઝોડા બાદ વરસેલા વરસાદે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ તબાહી મચાવી દીધી હતી, આમાં બનાસકાંઠામાં સૌથી વધુ લોકો નુકસાનીનો ભોગ બન્યા હતા. હવે આજે આ મામલે બનાસકાંઠામાં નુકસાનીનો ભોગ બનેલા અસરગ્રસ્તોની મુલાકાતે કોંગ્રેસના નેતાઓ જવાના છે.
નુકસાનીના વળતરની માંગ: આ અંગે માહિતી આપતા કોંગ્રેસના આગેવાન પાલભાઈ આંબલિયાએ જણાવ્યુ હતું કે વાવાઝોડામાં બાગાયતી પાકોને વધુ નુકસાન થયું છે. આ નુકસાની 25 વર્ષ સુધીની ખેડૂતોને ભોગવી પડશે નારિયેરી આંબો આ પડી ગયા છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે પરંતુ આ નુકસાની માટે સરકાર દ્વારા નક્કી કરાયેલ ધારા ધોરણ સરકારે બદલવા જોઈએ અને 25 વર્ષ સુધી ખેડૂત ફરીથી ખડે પગે થઈ તેવું વળતર ચૂકવવું જોઈએ.
સાગર ખેડુને પણ વિશેષ સહાય સરકાર આપે:વાવાઝોડામાં અનેક ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે ત્યારે ગુજરાતના સમુદ્ર તટ પર અનેક સાગર ખેડૂઓ વસે છે અને ધંધો રોજગાર મેળવે છે. આ સાગર ખેડુને પણ બોટ તથા તેમના મકાનો સમુદ્ર તટ પર આવતા હોય તેમને પણ નુકસાન થયું હોય છે. આથી સાગર ખેડુને માટે પણ સરકાર દ્વારા પેકેજ જાહેર થવું જોઈએ તેવી માંગ પાલભાઈએ કરી છે.
'બિપરજોય વાવાઝોડાના કારણે જે જિલ્લાઓમાં નુકસાન થયું છે તે સાગર કિનારે આવેલા જિલ્લાઓમાં પોરબંદર, દ્વારકા, મોરબી, કચ્છ, પાટણ, બનાસકાંઠા વગેરે જિલ્લાઓની કોંગ્રેસની ટીમ મુલાકાત લેશે. અસરગ્રસ્ત લોકોની પીડા સાંભળશે અને નુકસાનીના વળતર અંગે રાજ્ય કક્ષાએ રજૂઆત કરશે.'-પાલ આંબલિયા, કોંગ્રેસ નેતા
સરકારને સૂચન:સમુદ્ર કિનારાના તમામ જિલ્લાઓમાં રહેતા માછીમારો તથા ખેડૂતોને રાજ્ય સરકારના પરિપત્ર મુજબ વૃક્ષની કિંમત ₹3,000 હોય છે. સરકાર દ્વારા એક હેક્ટરે એક લાખની સહાય જાહેરાત કરવામાં આવી છે પરંતુ જેસીબી દ્વારા જો કચરો બહાર કાઢવો હોય તો એના જ ખર્ચો એક લાખથી પણ વધુ થઈ જતો હોય છે. આથી આ ધારા ધોરણ પણ સરકારે બદલવા જોઈએ.
પ્રિ-મોન્સૂનની કામગીરી ન કરી: ટ્રી કટીંગના નામે સરકાર દ્વારા મોટા બિલ રજૂ કરવામાં આવે છે પરંતુ પ્રિમોન્સૂનની કામગીરી કરી હોત તો ટ્રી કટીંગ ન કરવું પડે સરકાર દ્વારા મકાન બનાવવાની કામગીરી અંગેની જાહેરાત આપવામાં આવે છે પરંતુ વાહ વાહી કરવામાં આવે છે. મોંઘવારીના આ સમયમાં રેતી કપચીના ભાવ વધારે છે. એક મકાન બનાવવા માટે પાંચ લાખ જેટલા રૂપિયા જોઈએ ત્યારે નુકસાનીના વળતર સરકાર દ્વારા ઓછું અપાતું હોય તેમ હાલ ભાઈ આંબલીયા જણાવ્યું હતું.
- Biporjoy Cyclone Impact: દિયોદર,લાખણી-ભાભર વિસ્તારમાં દાડમના પાક સાફ થઈ ગયો
- Assam Flood: આસામમાં પુરને કારણે એકરમાં રહેલો પાક સ્વાહા, શાકભાજીના ભાવ આસમાને