પોરબંદર: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા પોરબંદરમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યો કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના રાજકિય પ્રવાસને લઇને કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાઓ કહ્યું કે, સી. આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ભાજપના અનેક નેતા અને કાર્યકરોને કોરોના થયો છે. તેમણે વધુમાં કહ્યું કે, એક બાજુ પોલીસ દ્વારા લોકોએ જાહેર સ્થળો પર માસ્ક ન પહેર્યું હોય તો કોરોનાના નામે સામાન્ય લોકોને દંડ ફટકારવામાં આવે છે અને 1000 રૂપિયા વસુલવામાં આવે છે. પોલીસ સી. આર. પાટીલ સામે કેમ લાચાર છે.