- ભાજપને લોકોએ આપ્યું ભારે સમર્થન : ભાજપ જિલ્લા પ્રમુખ
- પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના નાથા ઓડેદરાએ હાર સ્વીકારી
- ચૂંટણીમાં જિલ્લામાં કોંગ્રેસની હાર થતાં નાથાભાઇએ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું
પોરબંદર:જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો અને કોંગ્રેસની કારમી હાર થતાં પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના નાથા ઓડેદરાએ હાર સ્વીકારી પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. પોરબંદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાંં ભાજપને 16-16 બેઠકો મળતા પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, 'લોકોએ વિકાસને સમર્થન આપ્યું છે અને કોંગ્રેસને જાકારો આપ્યો છે. પોરબંદર જિલ્લામાં વધુ વિકાસ કરશું અને લોકોને વધુ સુવિધાઓ આપશું તેવું વચન પણ આપ્યું હતું.