- પોરબંદરમાં રામદેવ મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી
- એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સ્પલાય અંગે કરી રજૂઆત
- જિલ્લામાં દવાની પણ અછત
પોરબંદર: કોંગ્રેસના આગેવાન રામદેવ મોઢવાડિયાએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં રાજ્ય સરકારની સૂચનાથી એમ્બ્યુલન્સને ઓક્સિજનનો પૂરવઠો આપવાની ઓક્સિજન સપ્લાયની મનાઈ ફરમાવી દીધી હતી. જેથી દર્દીઓને ઓક્સિજન વાળા એમ્બ્યુલન્સના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે આ બાબતે જિલ્લા કલેક્ટરવે એમ્બ્યુલન્સને તાત્કાલિક ધોરણે ઓક્સિજન પુરવઠો ઉપલબ્ધ કરવા રજૂઆત કરી હતી.
પુરવઠામાં કાપ
પોરબંદરમાં રાજ્ય સરકારે ઓક્સિજનના પુરવઠામાં પચાસ ટકાનો કાપ મૂકયો છે જેને કારણે હોમ ક્વોરોન્ટાઈનમાં સારવાર લેતા દર્દીઓનેને ઓક્સિજન મળતો નથી તે તમામ દર્દીઓ ઓક્સિજનના અભાવે મૃત્યુ પામે તેવી સ્થિતિનું સર્જન કર્યું છે. ભાવસિંહજી હોસ્પિટલ અને અન્ય ખાનગી દવાખાનામાં ઓક્સિજન બેડ ખાલી ન હોય તેથી જાતે ઓક્સિજન સિલિન્ડર અને રેગ્યુલરની વ્યવસ્થા કરીને દર્દીઓ ઘરે સારવાર લઇ રહ્યા હતા પરંતુ આ તમામ દર્દીઓને ઓક્સિજન પુરવઠામાં કાપ મૂકતા દર્દીઓ મોતના ધકેલાયા છે.