રાજકોટઃ ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજાએ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલને પત્ર લખી માંગ કરી છે કે હાલમાં વિશ્વભરમાં કોરોના મહામારી ચાલી રહી છે. જેને ધ્યાને લઈ બહાર જતાં કે બહારથી આવતા લોકોને કૉરૅન્ટાઇન કરવામાં આવે છે. આ સંદર્ભે જાડેજાએ પરોબંદરના સાંસદ રમેશભાઈ ધડુકને કૉરૅન્ટાઇન કરવાની માગ કરી છે.
પોરબંદરના સાંસદને હોમ કૉરૅન્ટાઇન કરવાની કોંગ્રેસે કરી માગ - પોરંબદર સાંસદ રમેશ ધડુક
પોરબંંદરના સાંસદ રમેશભાઈ ધડુકે રેડ ઝોન વિસ્તારી મુલાકાત લીધી હોવાથી ગોંડલમાં કોંગ્રેસ દ્વાર તેમને કૉરૅન્ટાઇન કરવાની માગ કરવામાં આવી છે.
પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક વારંવાર બહાર ગામ જતા હોય, હાલમાં તેઓ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રેડઝોન વિસ્તાર (સુરત શહેર )ની મુલાકાત લાધી હતી. ત્યાર બાદ તેમના નિવાસ સ્થાન ગોંડલમાં પણ તેઓ ગયાં હતાં. તેથી ગોંડલ કોંગ્રેસ સમિતિએ માગં કરી છે કે લોકોના હિત માટે અને કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે ધડુકને કવોરનટાઈન કરવામાં આવે.
લોક સેવક તેમજ ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા પણ પોતાના વિસ્તારના લોકોને પરત લાવવા માટે તેઓ બહારના લોકો સાથે સંપર્કમાં આવ્યાં હોવાથી તેમને પણ ક્વોરનટાઈન કરવામાં આવ્યાં છે. તો લોકોના હિતને ધ્યાને રાખી પોરબંદર સાંસદને પણ કવોરનટાઈન કરવામાં આવે તેવી માગં ગોંડલ કોંગ્રેસમાં ઉઠી છે.