પોરબંદર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જૂન મહિનામાં પડેલા સામાન્ય વરસાદ પહેલા ખેડૂતોએ વાવણી કરીં હતી. ત્યારબાદ સતત એક મહિના સુધી વરસાદ નહીં પડતાં વાવણી કરેલ તમામ પાક નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ ફરી વરસાદ પડતા ખેડૂતોએ બીજી વખત વાવણી કરીં હતી અને ખાતર બિયારણના મોટા પ્રમાણમાં ખર્ચા કર્યા હતાં.
પોરબંદરમાં પાકધોવાણ, પાકવીમો અને ઘાસચારા બાબતે કોંગ્રેસના ધરણા - પાક નિષ્ફળ
પોરબંદર: જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નદી કાંઠા વિસ્તારમાં આવેલા ગામની જમીનમાં ધોવાણ થયું છે. જમીનની સાથે એમના ખેતીવાડીના સાધનોને પણ નુકસાન થયું છે. સતત એક મહિના સુધી પડેલા વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો છે. ખાસ કરીને પોરબંદરના ઘેડ વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. મંગળવારે જિલ્લા કોંગ્રેસે કલેકટર કચેરી સામે પાક વીમો, ઘાંસચારો અને પાક ધોવાણનું સર્વે કરવાની માગ સાથે ધરણા કર્યાં હતાં.
કોંગ્રેસના ધરણા
છેલ્લા એક મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે પાકનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. સરકાર દ્વારા પાક વીમા અંગે તાત્કાલીક પગલા લઈ સર્વે કરવામાં આવે તેવી માગ સાથે ખોડૂતોએ આક્ષેપ લગાવતા કહ્યું કે, પાક વીમા કંપની દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની ઓપરેશનલ ગાઈડલાઈન મુજબ લોસ એસેસમેન્ટ ઓફિસરની નિમણુક હજૂ સુધી કરાવામાં આવી નથી. જેથી, આ નિમણુક તાત્કાલિક ધોરણે કરી આગળની કાર્યવાહી કરવામાં આવે.