- રાજ્યમાં નવા શૈક્ષણિક તંત્રનો પ્રારંભ
- RTE હેઠળ પ્રવેશ મેળવનાર વાલીઓ ચિંતત
- પોરબંદરમાં NSUIએ કરી રજૂઆત
પોરબંદર: હાલ કોરોના કાળનો (Corona) કપરો સમય ચાલી રહ્યો છે. દેશમાં અને રાજ્યમાં કોરોનાની બીજી વેવ (Second Wave Corona) ઘાતક બની હતી. છેલ્લા કેટલા સમયથી શિક્ષણ કાર્ય પણ બંધ છે હાલ નવા સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે, પરંતુ સરકાર દ્વારા RTEના વિધાર્થીઓ સાથે અન્યાય થતો હોય તેવું લાગી રહ્યું છે હજુ સુધી RTE ની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામા આવી નથી.
RTE હેઠળ પ્રવેશ મેળવાનાર વાલી ચિંતીત
RTEની પ્રવેશ પ્રક્રિયા ફેબ્રુઆરીથી માર્ચના અંત સુધીમાં ફોર્મ ભરવાનું હોય છે,જૂનના અંત સુધીમાં બધા વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાતી હોય છે ઘણા ગરીબ વાલીઓ આ યોજનાનો લાભ લેતા હોય છે.. હાલ પણ આ બાબતે વાલીઓ રાહ જોઇને બેઠા છે કે ક્યારે પ્રક્રિયા હાથ ધરાશે હાલ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ચુકયો છે પરંતુ RTE ના પ્રવેશ બાબતે કોઇ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ પણ વાંચો : આજે CBSE પરીક્ષા અંગે લેવાશે નિર્ણય