ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં 6 કોપી કેસ સાથે બોર્ડની પરીક્ષા પૂર્ણ - pbr

પોરબંદર: શહેરમાં કુલ 6 કોપી કેસ સાથે બોર્ડની પરિક્ષા પૂર્ણ થઈ હતી. પોરબંદર જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે આ પરીક્ષા લેવાઈ હતી. ધોરણ 10માં મહત્તમ હાજર સંખ્યા 10,700 અને ધોરણ 12માં મહત્તમ હાજર સંખ્યા 3800 વિદ્યાર્થીઓની રહી હતી.

સ્પોટ ફોટો

By

Published : Mar 24, 2019, 8:57 PM IST

Updated : Mar 25, 2019, 12:10 AM IST

પોરબંદરમાં ધોરણ 10 માટે તારીખ 7 માર્ચથી 19 માર્ચ સુધી 42 પરીક્ષા કેન્દ્રો અને 384 બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 7 માર્ચથી 23 માર્ચ સુધી 15 કેન્દ્રને 138 બ્લોક તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 7 માર્ચ થી 16 માર્ચ સુધી ચાર કેન્દ્રો અને 14 બ્લોકમાં પરીક્ષા લેવાઈ હતી. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તેવું આયોજન હાથ ધરાયું હતું.

પોરબંદરમા 6 કોપી કેસ સાથે બોર્ડની પરીક્ષા પૂર્ણ

પરીક્ષામાં સહયોગ આપનારા અન્ય પોલીસ, PGVCLઅને ST વિભાગ ,શાળાના આચાર્ય અને શિક્ષકો સહિત ઝોનલ અધિકારીઓ તથા પત્રકારોનો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

Last Updated : Mar 25, 2019, 12:10 AM IST

ABOUT THE AUTHOR

...view details