- પોરબંદર જિલ્લામાં ભડ, ભોદ અને છાંયા ગામમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ
- પોરબંદર જિલ્લાના ભડ ગામમાં જમીન પચાવી પાડનારા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ
- ભોદ ગામમા અંદાજે 3 કરોડ 90 લાખની સરકારી જમીન પચાવી પાડતા શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ
- છાયામા અંદાજે 5 કરોડની સરકારી જમીન પચાવી પાડનારા 5 શખ્સો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ
- કરોડોની જમીન પચાવી પાડનારા શખ્સો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે
પોરબંદર : જિલ્લામાં જિલ્લાકક્ષાની સમિતિ સમક્ષ ફરિયાદ રજૂ કરવામાં આવતા ભોદ ગામની એ. 69-00 ગું. સરકારી જમીન અંદાજે 3 કરોડ 90 લાખ કિંમતી સરકારી જમીન પચાવી પાડનારા 8 શખ્સો વિરૂદ્ધ રાણાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામા આવી છે. પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર જમીન પચાવી પાડતા લોકો સામે ફરિયાદ નોંધી સખત કાર્યવાહી કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગેર કાયદે જમીન પચાવી પાડતા જમીન માફિયાઓ સામે કલેક્ટર અશોક શર્માએ કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે અને જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈનીએ પણ ત્વરિત પગલા લઇને કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો -રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એકટ લાગુ, આરોપીઓને 14 વર્ષની સખત કેદની સજાની જોગવાઈ
પોરબંદર જિલ્લાકક્ષાની સમિતિમાં ધોરણસર પોલીસ ફરિયાદ દાખલ કરવા મંજૂરી અપાઇ
ભોદ ગામની એ. 69-00 ગું. જમીન સરકાર દ્વારા ખેત જમીન ટોચ મર્યાદ ધારા તળે ખાલસા કરવામાં આવ્યા બાદ આ જમીનનો કબ્જો સંભાળી લેવામાં આવેલા હોય, આ જમીનમાં જુદા-જુદા લોકોએ કબ્જો કરી, અંદાજે 3 કરોડ 30 લાખની કિંમતી સરકારી જમીન પચાવી પાડેલા હોય, જેની સામે નાયબ કલેક્ટર, કુતિયાણા દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત આવતા, જિલ્લાકક્ષાની સમિતિમાં ધોરણસર પોલીસ ફરિયાદ દાખલ કરવા મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો -હવે ભૂમાફિયાઓની દાદાગીરી નહીં ચાલે, વિધાનસભા ગૃહમાં સર્વસંમતિથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ પાસ