Government godown: રાણાવાવના સરકારી ગોડાઉનમાંથી લાખો રૂપિયાનું અનાજ ઉઠાવી ગયા, ડઝન લોકો સામે ફરિયાદ પોરબંદર:રાણાવાવમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી એક કરોડ રૂપિયાના અનાજનો જથ્થો બહાર વેચાઈ ગયો હોવાના અને ગોડાઉન મેનેજર પણ ફરાર થઇ ગયો હોવાની માહિતી મળી હતી. જેથી જિલ્લાની પૂરવઠા વિભાગની ટીમે તપાસ હાથ ધરી ગોડાઉનને સીલ કર્યુ હતું. યોગ્ય તપાસ બાદ ઇન્ચાર્જ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા એફ.આઇ.આર. નોંધવામાં આવી છે. જેમાં એક મહિલા સહિત 12 શખ્સો સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
ગોડાઉન થયું હતું સીલ:રાણાવાવમાં આવેલ પૂરવઠા વિભાગના ગોડાઉનમાંથી ઓડિટ દરમ્યાન ઘઉં, ચોખા અને ખાંડના હજારો કટાના આંકડાનો હિસાબ માંડવામાં આવતા અંદાજે એકાદ કરોડ રૂપિયાનો જથ્થો ગેરકાયદેસર બહાર વેચવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આથી ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા વિભાગના મોરબી, રાજકોટ,ભાવનગર સહિતની પુરવઠા વિભાગની ટીમએ સ્ટોકની તપાસ કરી હતી. ત્યારબાદ કેટલાક નિવેદનો લેવાયા હતા. પરંતુ તેનો મેનેજર ગાયબ થઈ ગયો હતો. આથી અંદાજે એકાદ કરોડ રૂપિયાનો અનાજનો જથ્થો ગેરકાયદેસર વેચાયા હોવાનું સામે આવતા આ ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું હતું. સી.સી.ટી.વી. પણ હોવા છતાં કઇ રીતે અનાજ ગુમ થયું તે અંગે અનેક પ્રશ્ન ઉભા થયા હતા. ત્યારે જિલ્લા પૂરવઠા અધિકારી હિરલ દેસાઇએ આ બનાવમાં ઉંડાણથી તપાસ હાથ ધરી છે. અને આજે ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો નંદેસરી પોલીસે કેમિકલ ચોરી કૌભાંડનો કર્યો પર્દાફાશ, 3ની અટકાયત
લોકો સામે નોંધાઇ ફ્રરિયાદ:પોરબંદરના ઇન્ચાર્જ જીલ્લા પપુરવઠા અધિકારી અને નાયબ કલેકટર હીરલબેન દેસાઈ દ્વારા રાણાવાવ પોલીસ મથકે એફ.આઇ.આર. નોંધાવાઈ છે કે ગુજરાત રાજય પુરવઠા નિગમ સંચાલિત સરકારી અનાજના ગોડાઉનમાં અસામાન્ય ઘટ અંગે નાયબ જીલ્લા મેનેજર ગ્રેડ-2 ઉષાબેન ભોયા દ્વારા ગાંધીનગર ખાતે જાણ કરવામાં આવતા વધુ તપાસ માટેની ટીમના જુનાગઢના આસિ. મેનેજર એચ. ડી. મકવાણા તથા રાજકોટના ઈન્ચાર્જ નાયબ જીલ્લા મેનેજર ગ્રેડ-૨ દ્વારા તપાસણીનો અહેવાલ રજુ થતા મોટું કૌભાંડ બહાર આવ્યું છે.
આ પણ વાંચો સરકારી અનાજના ગોડાઉન ચોરોના ટાર્ગેટમાં, તસ્કરો 6 લાખનો મુદ્દામાલ લઈને રફુચક્કર
ગોડાઉન સીલ:રાણાવાવ ગોડાઉન ખાતે તારીખ 4 જાન્યુઆરીના સ્ટોકની ગણતરી કર્યા બાદ ગોડાઉન સીલ કરીને મેળવણું કરતા મોટા પ્રમાણમાં અનાજની ઘટ હોવાનું જણાયું હતું. જેમાં સરકારના કર્મચારીઓ તથા અન્ય લોકોએ પુર્વ આયોજીત કાવતરૂ ઘડી એકબીજાને મદદગારી કરી 2020-2021 થી તા. 4/01/2023 ના સમયગાળા દરમ્યાન રાણાવાવ સરકારી ગોડાઉનમાં રાખેલ તથા ઓમ એજન્સી વનાણા, તા. રાણાવાવ પાસેથી ભાડે રાખેલ એમ.એસ.પી. ઘઉં ખરીદ અને સંગ્રહ કરવા માટે વનાણા ટોલનાકા પાસે
આવેલ ચમના ગોડાઉનનો અનાજના જથ્થાને લેતા હતા.
આવશ્યક ચીજવસ્તુ:લખમણ કારાવદરા, પોરબંદરના ઘઉંના વેપારી હસુભાઇ, રાણાવાવ સ્ટેશનના જગદીશ લખમણ ઝીંઝુવાડીયા -આધારકાર્ડ મુજબ વિધ લખમણ ઝીંઝુવાડીયા, રાજકોટના બી.બી.હાઉસ-૫ ના સી.એ.ડી.પી. એન્ડ કંપનીના પ્રોપરાઈટર ઓડીટર, લાલપુરના ચોરબેડીના સાવન કન્ટ્રકશનના પ્રોપરાઈટર પરેશકોટેચા, રાજકોટ સ્ટેશનપ્લોટમાં રહેતા પી.એમ. લોજીસ્ટીકસના પ્રોપરાઈટર પરીક્ષીત વ્યાસ અને રાણાવાવ ગોપાલપરાના પી.એમ. લોજીસ્ટીકસના પ્રતિનિધિ કૈવલ સુરેશભાઈ ભૂંડીયા વગેરે સામે પુરવઠા અધિકારી દ્વારા આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમ સને 1955ની કલમ-3 મુજબની એફ.આઈ.આર. નોંધાઈ છે. જેમાં 99,77,551નું અનાજ કઠોળ ઉચાપત કરી ગયાનું ફરિયાદમાં જણાવાયું છે.