ગુજરાત

gujarat

ETV Bharat / state

જાહેરનામના ભંગ કરતા મીયાણી ગામના સરપંચ સહિત અનેક સામે ફરિયાદ - Corona Latest News

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, ત્યારે દેશમાં લૉકડાઉન લાદવામાં આવ્યું છે. હાલ સમગ્ર રાજ્યમાં ઘરમાંથી બહાર ન નીકળવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે અને લોકોને ઘરમાં સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે. એવામાં પોરબંદરમાં આ જાહેરનામાનો ભંગ કરનારા સરપંચ સહિત અનેક લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Etv Bharat, Gujarati News, Porbandar News, Corona News
જાહેરનામના ભંગ કરતા મીયાણી ગામના સરપંચ સહિત અનેક સામે ફરિયાદ

By

Published : Mar 31, 2020, 12:16 PM IST

પોરબંદર: દેશભરમાં 21 દિવસ સુધી lockdown છે, ત્યારે આ નિયમનો ભંગ કરે તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. એ જાણકારી હોવા છતાં અનેક લોકો નિયમોનું પાલન કરી રહ્યા નથી. પોરબંદર જિલ્લાના મિયાણી ગામે ગોંડલના મજૂરો વાહનમાં પોતાના વતન ગોંડલ જવા મીયાણી ગામના સરપંચ જેઠાભાઈ ગીગાભાઈ ઓડેદરાએ ગ્રામ પંચાયતના લેટરપેડ પર લખાણ કરી આપ્યું હતું, જેની પોલીસને જાણ થતા મીયાણી ગામના સરપંચ સામે પોલીસ ફરિયાદ થઈ છે.

જાહેરનામના ભંગ કરતા મીયાણી ગામના સરપંચ સહિત અનેક સામે ફરિયાદ

આ ઉપરાંત પર કરિયાણાની દુકાન ધરાવતા લોકો તથા પાન મસાલાના ધંધાર્થીઓ સહિત અનેક લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તો કુણવદર ગામના સરપંચે મજૂરોને બહાર ન જવા દેવા પણ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details