ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના ખારવાવાડમાં મચ્છીના વેપારીની હત્યા, 2 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ - ખારવાવાડમાં મચ્છી વેપારીની હત્યા

પોરબંદરઃ ગત 9 જાન્યુઆરીના રોજ બંદર વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી બાબતે એક આધેડની હત્યા કરવામાં આવી હતી. જેમાં મૃતકના પત્નીએ 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યારાઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

ETV
પોરબંદર ખારવાવાડમાં મચ્છી વેપારીની હત્યા, 2 વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

By

Published : Jan 11, 2020, 12:16 PM IST

પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં લક્ડી બંદર પાસે ધનરાજ દંગામાં ગુરુવારે સાંજે 8.45 કલાકે કાનજી દામાભાઈ હોદારને બે શખ્સો રૂપિયાની લેવડ દેવડમાં ઝઘડો થતા છરી વડે હુમલો કર્યો હતો અને સારવાર અર્થે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ લઈ જવાયા હતા, હોસ્પિટલ પહોચે તે પહેલા જ તે મૃત્યુ પામ્યા હતા. કાનજી ભાઈના પત્નીએ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યારાઓને શોધવા તજવીજ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details