ગુજરાત

gujarat

By

Published : Jul 3, 2020, 11:00 PM IST

ETV Bharat / state

પોરબંદર-છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરમાં ફ્રુટ તથા ખાણીપીણીની રેકડી/કેબીનો રાખીને ધંધો કરવાના સ્થળો નક્કી કરાયા

કોરોના મહામારીનો ફેલાવો વધુ ન થાય અને શહેરની સ્વચ્છતા તથા લોકોનું આરોગ્ય જળવાઇ રહે તે માટે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફ્રુટ તથા ખાણીપીણીની રેકડી/કેબીનો રાખીને ધંધો કરવા પોરબંદર-છાયા સંયુક્ત નગરપાલિકા ચીફ ઓફિસરે જાહેર નોટીસ પ્રસિધ્ધ કરી છે.

પોરબંદર-છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરમાં ફ્રુટ તથા ખાણીપીણીની રેકડી/કેબીનો રાખીને ધંધો કરવાના સ્થળો નક્કી કરાયા
પોરબંદર-છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરમાં ફ્રુટ તથા ખાણીપીણીની રેકડી/કેબીનો રાખીને ધંધો કરવાના સ્થળો નક્કી કરાયા

પોરબંદર: પોરબંદર-છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરમાં ફ્રુટ તથા ખાણીપીણીની રેકડી/કેબીનો રાખીને ધંધો કરતા વેપારીઓ માટે ધંધો કરવાના સ્થળો નક્કી કરાયા છે.


એમ.જી.રોડ, રૂપાળી બાગની દિવાલે આવેેલી ફ્રુટ તથા અન્ય ધંધાની રેકડી/કેબીનો જેઓ માસિક પાસ ધરાવે છે તેમને ત્યાંથી દુર કરીને ફુવારા પાસે લેડી હોસ્પિટલ પાસે આવેલ રસ્તાની સાઇડ પરનું સ્થળ નિયત કરવામાં આવ્યું છે.

આ સિવાય સુદામા ચોક સર્કલ તથા આજુબાજુના વિસ્તારની ફ્રુટ તથા અન્ય ધંધાની રેકડી/કેબીનો ત્યાંથી દુર કરીને નવયુગ વિધાલય તથા ઇદગાહ મસ્જીદ વચ્ચેનાં રસ્તાની સાઇડ તથા ચોપાટી હાથીવાળા ગ્રાઉન્ડ ખાતેનું સ્થળ નિયત કરવામાં આવ્યું છે.

એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ, પાર્ટી પ્લોટની દિવાલે આવેલી ચાઇનીઝ, નોનવેજ, ઇંડા, ખાણીપીણીની અન્ય ધંધાની રેકડી/કેબીનો ત્યાંથી દુર કરીને બંદર રોડ ઉપર મરીન એન્જીનીયરીંગ થી બંદર તરફ જતાં રસ્તાની સાઇડ પરનું સ્થળ પણ નિયત કરવામાં આવ્યું છે.

શહેરના અન્ય વિસ્તારોની ખાણીપીણીની તથા અન્ય પ્રકારના ધંધાની રેકડી/કેબીનો હાલના સ્થળો દુર કરીને ચોપાટી ખાતે હાથી વાળા ગ્રાઉન્ડ ખાતેનું સ્થળ નિયત કરવામાં આવ્યું છે.

ધંધાર્થીઓએ નિયત સ્થળોએ લોકોનું આરોગ્ય જળવાઇ રહે તેવી પુરેપુરી સ્વચ્છતા જાળવવાની રહેશે અને જે કોઇ ધંધાર્થી નિયત કરેલા સ્થળ સિવાય રેકડી/કેબીનો રાખીને ધંધો કરશે તો નગરપાલિકા તેમની રેકડી/કેબીનો તુરંત જ કબજે કરશે.

ABOUT THE AUTHOR

...view details