- પોરબંદર ખાતે રોડ સેફટી કાઉન્સીલની સમીક્ષા બેઠક યોજાઈ
- અકસ્માત થવાના કારણો, ટ્રાફિક સમસ્યા અંગે સૂચના અપાઈ
- મહત્વના સ્થળોએ સ્પીડ બ્રેકર અને રિફલેટર મૂકવા પણ સૂચના
- જિલ્લામાં અકસ્માત ઘટાડવા માટે પ્રિવેન્ટીવ એકશન લેવાશે
પોરબંદરમાં મહત્ત્વના સ્થળોએ સ્પીડ બ્રેકર-રિફ્લેક્ટર મૂકવા કલેક્ટરની સૂચના
પોરબંદર કલેકટર કચેરીના સભા ખંડમા કલેક્ટર ડી. એન. મોદીના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરે અકસ્માત થવાના કારણો, ટ્રાફિક સમસ્યા, મહત્વના સ્થળોએ સ્પીડ બ્રેકર મૂકવા, રિફલેટર મૂકવા સહિતની સુચના સબંધિત અધિકારીઓને આપી હતી.
પોરબંદરમાં મહત્ત્વના સ્થળોએ સ્પીડ બ્રેકર-રિફ્લેક્ટર મૂકવા કલેક્ટરની સૂચના
પોરબંદરઃ પોરબંદરમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી કાઉન્સીલની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ડો. રવિકુમાર સૈની પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે અકસ્માત થવાના કારણો વિશે પ્રાથમિક માહિતી આપી હતી. તેમ જ જિલ્લામાં અકસ્માત ઘટાડવા માટે પ્રિવેન્ટીવ એકશન લેવાશે તેમ જણાવ્યું હતું. આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અધિક કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા શિક્ષણ અધિકારી તેમ જ સબંધિત અધિકારીઓ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.