ગુજરાત

gujarat

ETV Bharat / state

યુવા મતદારોને આકર્ષવા હવે કૉલેજોમાં જ નોંધણી - Nimesh Gondaliya

પોરબંદર: આગામી લોકસભાની ચૂંટણીને લઇને ૧-૧-૧૯ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરનાર એક પણ વ્યક્તિનું નામ મતદાર યાદીની નોંધણીમાંથી બાકાત ન રહી જાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેમાં યુવા મતદારોને ધ્યાનમાં લઇને જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પંડ્યાના અધ્યક્ષસ્થાને કૉલેજોના આચાર્યઓની જિલ્લા સેવાસદન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠક

By

Published : Mar 20, 2019, 1:18 PM IST

Updated : Mar 20, 2019, 1:30 PM IST

પોરબંદર લોકસભા મત વિસ્તારમાં 18 થી 19 વર્ષની વયના કુલ 32,872મતદારો છે. જેઓ પ્રથમ વખત મતદાન કરશે. તેમ જણાવતા જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું કે, પોરબંદર, રાણાવાવ, કુતિયાણા સહિતનાં તાલુકામાં હજુ કોઇ મતદારની નોંધણી ના થઇ હોય તો નોંધણી કરાવી શકાય છે. તેના માટે મામલતદાર કચેરી, પ્રાંત કચેરી ઉપરાંત બી.એલ.ઓ તેમજ કૉલેજોમાં એમ્બેસેડરનિયૂક્તિ કરવામાં આવ્યા છે. તમામ સ્તરેથી પ્રયાસો થાય તે જરૂરી છે.

તો ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે.જી.ચૌધરીએ મતદાર નોંધણી પ્રક્રિયા તેમજ મતદાર નોંધણી ફોર્મ નં-6 અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ તકે ગોઢાણીયા કૉલેજ, આઇ.ટી.આઇ. રાણાવાવ, પોરબંદર, કુતીયાણા, સાયન્સ કૉલેજ, આર.જી.ટી.કૉલેજ, સરકારી આર્ટસ કૉલેજ, વી.જે.મોઢા કૉલેજ સહિત જિલ્લાની કૉલેજોના આચાર્યઓ ઉપસ્થિત રહ્યાહતા.

Last Updated : Mar 20, 2019, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details