ગાંધીનગર અને પોરબંદર સમગ્ર દેશમાં ફક્ત ગુજરાત રાજ્ય પાસે જ 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો કુદરતી ભેટ આપ્યો છે મહત્વની વાત કરવામાં આવે તો આ કુદરતી પેટી સાથે માનવીય આપત્તિનું પણ અનેક વખત ગુજરાતના દરિયા કિનારે સર્જન થયું છે. ભારત દેશના સૌથી મોટા દુશ્મન એવા પાકિસ્તાન ગુજરાતના દરિયા કાંઠેથી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરતું નજરે ભૂતકાળમાં પડ્યું છે. ત્યારે ગુજરાત કોસ્ટ ગાર્ડ દ્વારા તાબડતોડ જવાબ પણ અપાયો છે.
કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન અને સતત મોનિટરિંગ પણ ગુજરાતના દરિયાકાંઠે થાય છે સિવિલિયન માટે કામગીરી આ ઉપરાંત કોસ્ટ ગાર્ડની બીજી વાત કરવામાં આવે તો પોરબંદરના માછીમારો ( Porbandar fishermen )છે કે જે રોજગારી મેળવવા માટે પોરબંદરના દરિયાકિનારે જાય છે .ઓખાના દરિયા કિનારે જાય છે પરંતુ જો કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જ મદદમાં ( Coast Guard in role of lifeguard )આવે છે.
માછીમારોની મદદ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની મદદની વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય નિયમ પ્રમાણે દરિયામાં જે કોઈપણ વ્યક્તિ અથવા તો કોઈપણ સ્ટીમર અથવા તો રોજગારી મેળવવા જઈ રહેલ માછીમારીની ( Porbandar fishermen ) બોટ દરિયાની વચ્ચે પહોંચે ત્યારે આંતરરાષ્ટ્રીય ચેનલ 16 ઉપર જ કામ કરવું ફરજિયાત છે. ત્યારે આંતરરાષ્ટ્રીય ચેનલ નંબર 16 એ ઇન્ડિયા કોસ્ટ ગાર્ડ સાથે અને માછીમારો સાથે સંપર્ક સાંધવામાં એકદમ સરળ રહે છે. જો કોઈ માછીમારોની બોટ મધદરિયામાં અથવા તો દરિયો તોફાની બને ત્યારે આ 16 નંબર પર કોસ્ટ ગાર્ડનો સંપર્ક કરીને માછીમારો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની મદદ ( Coast Guard in role of lifeguard ) મેળવે છે.
કેવી રીતે આવે છે મદદમાં સંજોગોવસાત ગુજરાતના દરિયા કિનારાની વચ્ચે કોઈ બોટ ફસાઈ ગઈ છે ત્યારે તે બોટનો સંચાલક આંતરરાષ્ટ્રીય ચેનલ નંબર 16 ઉપર કોસ્ટ ગાર્ડનો સંપર્ક કરે છે. ત્યારબાદ કોસ્ટ ગાર્ડનું જેટ તે જીપીએસ લોકેશનની મદદથી બોટની ઉપર પહોંચે છે અને 1000 થી 700 ફૂટ ઉપર રહીને બોટ સાથે સંપર્ક કરે છે. બોટમાં કયા વ્યક્તિ છે ક્યાંના છે કેમ આવ્યા છે ક્યાં જવાનું હતું તે તમામ પ્રકારની માહિતી અને પ્રાથમિક તપાસ કરે છે. ઉલ્લેખનીય છે કે કોસ્ટ ગાર્ડ પાસે પહેલેથી જ ભારતીય બોટની માહિતી હોય જ છે. જો ખરેખર ભારતીય નાગરિકની બોટ હોય તો તેને મદદ પણ કરે છે અને ઈમરજન્સી સિચ્યુએશનમાં તેમનું એરલિફ્ટ પણ કરવામાં આવે છે. જ્યારે જો કોઈ માછીમાર ( Porbandar fishermen ) દરિયામાં પોતાનો જીવ બચાવવા કૂદી જાય તો કોસ્ટ ગાર્ડની શિપ ગણતરીની મિનિટોમાં પહોંચીને તેનો જીવ પણ બચાવે ( Coast Guard in role of lifeguard ) છે.
સતત મોનિટરિંગગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારાની સુરક્ષા ગુજરાતના 1600 કિલોમીટર દરિયા કિનારાની સુરક્ષા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવે છે. ત્યારે કોસ્ટ ગાર્ડની જો વાત કરવામાં આવે તો ભારતીય અને સૌરાષ્ટ્રના જે માછીમારો પોતાની રોજીરોટી કમાવવા માટે દરિયાની અંદર જાય છે. પરંતુ જો અમુક સમયે દરિયો તોફાની બને ત્યારે કોસ્ટ ગાર્ડ દ્વારા તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવે છે. આમ એવી અનેક ઘટનાઓ બની છે કે જેમાં કોસ્ટ ગાર્ડ દ્વારા માછીમારોને મધદરીએ જઈને બચાવવામાં ( Coast Guard in role of lifeguard ) આવ્યા છે અને તેમની બોટને પણ પરત લાવવામાં આવી છે. આમ કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન અને સતત મોનિટરિંગ પણ ગુજરાતના દરિયાકાંઠે કરવામાં આવી રહ્યું છે..