કોસ્ટગાર્ડ દ્વારા માછીમાર સમુદાય માટે મેગા સુપર સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ યોજાયો - Super Specialty Medical Camp held
પોરબંદરઃ જિલ્લાના સુભાષનગરમાં આવેલા પોરબંદર કોસ્ટગાર્ડ જિલ્લા વડામથક 1 ખાતે 29 ડિસેમ્બર 2019ના રોજ માછીમાર સમુદાયના લાભાર્થે મેગા સુપર સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોસ્ટગાર્ડ દ્વારા માછીમાર સમુદાય માટે મેગા સુપર સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ યોજાયો
આ મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત 24 સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની પેનલે અંદાજે 900 જેટલા લોકોનું વિવિધ બીમારીઓનું ચેકઅપ કર્યું હતું. આ ચેકઅપમાં ECG, એક્સ-રે, લેબોરેટરી ટેસ્ટ પણ સામેલ છે અને સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ પણ આપવામાં આવી હતી. અહીં ઉપસ્થિત લોકોને DIG ઇકબાલસિંહ ચૌહાણે સંબોધન કર્યું હતું અને તંદુરસ્ત જીવનશૈલી તેમજ સ્વાસ્થ્ય જાળવવાનો આગ્રહ કર્યો હતો.