- ફિશરીઝ વિભાગ દ્વારા તમામના લાયસન્સ રદ કરવા તજવીજ હાથ ધરાઈ
- બોટ 2થી વધુ વખત પકડાતા તેનું ડિઝલકાર્ડ કાયમી માટે રદ થશે
- પોરબંદર જિલ્લાની 5 સહિત કુલ 10 બોટ ઝડપાઇ
પોરબંદરઃ 21 ઓક્ટોબરના રોજ કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલિંગ ચાલતું હતું તે દરમ્યાન દરિયામાં IMBL તથા નો ફિશિંગ ઝોન નજીક માછીમારી કરતી બોટ જોવા મળી હતી, જેની તપાસ કરતા પોરબંદરની 5 બોટ અને અન્ય જિલ્લાની 5 બોટ દરિયામાં હતી, જેથી વધુ દસ્તાવેજી કાર્યવાહી માટે પોરબંદરના ફિશરીઝ વિભાગને કાર્યવાહી સોંપવામાં આવી હતી. ફિશરીઝ વિભાગના મદદનીશ મત્સોધોગ નિયામક દ્વારા આ પોરબંદરની તમામ 5 બોટના લાયસન્સ રદ કરવામાં આવશે, ઉપરાંત પકડાયેલી 5 બોટમાંથી 2 બોટ એક કરતા વધુ વખત પકડાઈ હોવાથી તેમના ડિઝલકાર્ડ કાયમી માટે રદ કરાશે. જ્યારે અન્ય બોટના ડિઝલકાર્ડ એક વર્ષ માટે રદ કરવામાં આવશે. તેમજ અન્ય જિલ્લાની પકડાયેલી 5 બોટ જે તે જિલ્લાની કચેરીએ કામગીરી અર્થે મોકલવામાં આવશે, તેવું ફિશરીઝ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
પોરબંદરની પકડાયેલી પાંચ બોટના નામ